દેશના ટોચના CEOsના ઘરે શુભ પ્રસંગો
મુંબઇ, 17 નવેમ્બર : આ વર્ષે ભારતની બે અગ્રણી પ્રાઇવેટ બેન્કોના વડાના ઘરે એક જ દિવસે લગ્ન પ્રસંગ આવ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્કના મેનેજીંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફીસર ચંદા કોચરની દીકરી આરતીના લગ્નની વિવિધ 27 નવેમ્બરથી મુંબઇમાં તેમના ઘરે શરૂ થશે. બરાબર એ જ દિવસે એચડીએફસી બેન્કના ચેરમેન દીપક પારેખ જોધપુરમાં તેમના દીકરા સિદ્ધાર્થના લગ્નમાં મહેમાનોને આવકારતા હશે.
આરતીના લગ્નનું પ્રીવેડિંગ રિસેપ્શન તાજમહાલ હોટેલમાં, સંગીત ટ્રાઇડન્ટમાં અને વિવિધ તાજ લેન્ડ્્સ એન્ડમાં યોજાશે. આરતી જેની સાથે પ્રભુતામાં પગલાં પાડવાની છે તે આદિત્ય કાજીના પપ્પા સમીર કાજી એક પેકેજિંગ કંપનીના માલિક છે અને એન્ટિલિયામાં રહેતા અંબાણીઓના ખાસ મિત્ર છે. આરતી અને આદિત્ય પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં સાથે ભણતા અને ત્યાં જ બન્ને પ્રેમમાં પડેલા.

એચડીએફસી વાળા દીપક પારેખનો નાનો દીકરો સિદ્ધાર્થ પોતાની ઇંગ્લીશ-અમેરિકન ગર્લફ્રેન્ડ કલેર ઓનેલ સાથે પરણી રહ્યો છે. સિદ્ધાર્થ પણ અમેરિકાની પેન્સિલવેનિયા અને કોલમ્બિયા યુનિવર્સિટીઓમાં ભણેલો છે અને ત્યારે પોતાનું કંઇક સાહસ કરવા જઇ રહ્યો છે. જયાર તેની લંડન યુનિવર્સિટીની ગ્રેજયુએટ વાગ્દત્તા કલેર તાજ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે જોડાયેલી છે. આ બન્નેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી એમ બન્ને વિધીથી થશે.
તારીખ 27 નવેમ્બરે મેહરાનગઢ ફોર્ટમાં સંગીત, 28મીએ બલ સમંદ લેક પેલેસ હોટેલમાં ખ્રિસ્તી વિધીથી અને ર૯મીએ ઉમેદ ભવન પેલે. હોટેલમાં હિન્દુ વિધીથી તેઓ લગ્નગ્રંથિથી જોડાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
