Budget 2021: સંસદમાં કાળા કપડા પહેરીને પહોંચ્યો વિપક્ષ, વિરોધ માટે અપનાવી આ રીત
સંસદમાં સરકારને પડકારવા માટે વિપક્ષી દળોએ એક અનોખી રીત અપનાવી છે.
નવી દિલ્લીઃ Budget 2021: કોરોના મહામારી દરમિયાન આજે દેશનુ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવી રહ્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનુ ત્રીજુ બજેટ રજૂ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન સંસદમાં સરકારને પડકારવા માટે વિપક્ષી દળોએ એક અનોખી રીત અપનાવી છે. વાસ્તવમાં કોંગ્રેસ પર્ટી સહિત વિપક્ષના ઘણા સાંસદો ગૃહમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા છે.

કોંગ્રેસના સાંસદ આવ્યા કાળા રંગના ગાઉનમાં
બજેટ રજૂ થતા પહેલા કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલ અને ગુરજીત સિંહ ઓજલા કાળા રંગનુ ગાઉન પહેરીને ગૃહમાં જતા જોવા મળ્યા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે સરકારનો વિરોધ કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ આ રીત અપનાવી છે.
રાષ્ટ્રપતિના અભિભાષણનો કર્યો હતો બહિષ્કાર
તમને જણાવી દઈએ કે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો પણ વિપક્ષે વિરોધ કર્યો હતો અને અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો. જો કે આ વખતે વિપક્ષે એવુ કંઈ ન કરવાનુ વિચાર્યુ કે જે સરકાર માટે રાહતની વાત છે. રાષ્ટ્રપતિના અભિભાષણના બહિષ્કાર દરમિયાન વિપક્ષે સંસદની બહાર હોબાળો કર્યો અને નારેબાજી કરી હતી. જો કે વિપક્ષે કહ્યુ કે ખેડૂતોના સમર્થનમાં તેમણે આમ કર્યુ હતુ.
Delhi: Congress MPs Jasbir Singh Gill and Gurjeet Singh Aujla wear a black gown to the Parliament, as a mark of their protest against the three #FarmLaws pic.twitter.com/OjzM22zOCW
— ANI (@ANI) February 1, 2021
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
