નવા વર્ષની ભેટ! કૉમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે કિંમત
દેશમાં મોંઘવારીના મારથી પરેશાન લોકોને નવા વર્ષે મોટી રાહત મળી છે.
નવી દિલ્લીઃ દેશમાં મોંઘવારીના મારથી પરેશાન લોકોને નવા વર્ષે મોટી રાહત મળી છે. સરકારી ઈંધણ કંપનીઓએ આજે એટલે કે 1 જાન્યુઆરી, 2022થી 19 કિલોગ્રામવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 102.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે કિંમતોમાં ઘટાડા બાદ શનિવારથી દિલ્લીમાં કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર 1998.50 રૂપિયામાં વેચાશે. કિંમતોમાં થયેલા આ ઘટાડાથી રેસ્ટોરાં, ભોજનાલયો અને ચાની દુકાનો પર ઉપયોગમાં લેવાતા આ સિલિન્ડરને ખરીદનારાઓને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે 19 કિલોના સિલિન્ડરનો ઉપયોગ લઘુ ઉદ્યોગો માટે કરવામાં આવે છે જે એક મોટો વર્ગ છે.

ગયા મહિને 1 ડિસેમ્બરના રોજ 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેનાથી દિલ્લીમાં એક કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ 2101 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની આ કિંમત વર્ષ 2012-13 બાદ બીજી સૌથી વધુ હતી. યુપીએસ સરકારમાં કૉમર્શિયલ સિલિન્ડરોની મહત્તમ કિંમત 2200 રૂપિયા હતી. જો કે, 14.2 કિલો, 5 કિલો, 10 કિલો કંપોઝિટ કે 5 કિલો કંપોઝિટ સિલિન્ડરના વજનવાળા અન્ય ઘરેલુ સિલિન્ડરોની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
આ પહેલા 1 નવેમ્બરે 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 266 રૂપિયાની તેજી જોવા મળી જેનાથી કિંમતો 2000.50 રૂપિયા થઈ ગઈ હતી. નવા દરમાં ઘટાડા બાદ 19 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્લીમાં 2101 રૂપિયાના મુકાબલે 1998.50 રૂપિયા થઈ ગઈ છે. ભારતમાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એલપીજી સિલિન્ડરનો દર માસિક રીતે સુધારવામાં આવે છે. આની પહેલા 1 ઓક્ટોબરે 19 કિલોના સિલિન્ડરના ભાવ 43 રૂપિયા અને 6 ઓક્ટોબરે 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ 2.50 રુપિયા ઘટાડ્યા હતા. 1 સપ્ટેમ્બરે 19 કિલોના સિલિન્ડરની કિંમતોમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
