Coal Gasification : શું હોય છે કોલ ગેસિફિકેશન? જેને હાલમાં જ કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી છે
હાલમાં જ કેન્દ્રિય કેબિનેટે ભારતમાં કોલ ગેસિફિકેશનને પરવાનગી આપી છે. આ પરવાનગી પછી કોલ ગેસિફિકેશનની ખુબ ચર્ચા થઈ રહી છે.
કોલસામાંથી ગેસ બનાવવાની પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન કહેવાય છે. કોલસાનું ગેસિફિકેશન એક પ્રક્રિયા છે જેમાં કોલસાને ઓક્સિજન, વરાળ અથવા કાર્બન ડાયોક્સાઇડ દ્વારા ઓક્સિડાઇઝ કરવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો તેમાંથી નીકળતી ઉર્જા કોઈ વસ્તુને બાળીને વપરાય છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી ઇંધણ-ગેસ બનાવી શકાય. આ ગરમ બળતણ ગેસનો ઉપયોગ વરાળ બનાવવા માટે થાય છે. આ ઈંધણમાંથી અનેક પ્રકારના ઈંધણ અને રસાયણો પણ બનાવવામાં આવે છે.
આ 1800 માં શરૂ થયું હતું અને ત્યારથી આ ટેક્નોલોજી ઘણી વિકસિત થઈ છે. વિશ્વભરમાં કોલસાના ગેસિફિકેશનનો ઉપયોગ મિથેનોલ, એમોનિયા, ઇથેનોલ અને વીજળી પેદા કરવા માટે થાય છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભારતમાં 1960ના દાયકાથી કોલ ગેસિફિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશમાં ઝારખંડના સિન્દ્રીમાં કોલ ગેસિફિકેશન યુનિટ ખોલવામાં આવ્યું હતું. જે બાદમાં બંધ કરી દેવામાં આવ્યુ.
જિંદાલે ઓડિશાના અંગુલમાં પ્લાન્ટ બનાવ્યો હતો પરંતુ તે પણ બંધ હતો. પરંતુ હાલમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે.
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે તમિલનાડુના ત્રિચીમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. જેમાં 6.2 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે.
હાલમાં ચીન અને જાપાનમાં આનો ઉપયોગ થઈ કહ્યો છે. ચીન ગેસિફિકેશનનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. ચીન તેના ઘણા ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કરે છે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જાપાનમાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો આપણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની વાત કરીએ તો હાલમાં તેનો ત્યાં ભાગ્યે જ ઉપયોગ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
