પેટ્રોલ અને ડીઝલ બાદ આજથી દિલ્લીમાં CNGના ભાવ પણ વધ્યા
પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે હવે સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે હવે સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં સીએનજીના ભાવમાં આજથી વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા દિલ્લીમાં સીએનજી 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહ્યુ હતુ કે જે હવે વધીને 44.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયુ છે. વળી, પીએનજીની કિંમત 29.66 પ્રતિ એસસીએમ પહોંચી ગઈ છે. નોઈડામાં સીએનજીના ભાવ 49.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ગ્રેટર નોઈડામાં અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ આજથી 49.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે.

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ તરફથી સીએનજીની વધેલી કિંમતો વિશે માહિતી આપવામાં આવી છે. ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે સીએનજીના ઉપયોગથી પેટ્રોલની સરખામણીમાં તમારા લગભગ 50 ટકા અને ડીઝલની સરખામણીમાં લગભગ 68 ટકા બચત થશે. તમને જણાવી દઈએ કે આ મહિને દિલ્લીમાં છ વાર પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે ત્યારબાદ પેટ્રોલના ભાવ 35 પૈસા અને ડીઝલના ભાવ 9 પૈસા વધી ગયા છે. ગયા મહિને ઈંધણ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો કે જે 1 જુલાઈથી લાગુ છે.
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલ વધારાથી લોકો મોંઘવારીની માર સહન કરી રહ્યા છે. દિલ્લીમાં એક લિટર પેટ્રોલની કિંમત 100.21 રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે ડીઝલ 89.53 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. દિલ્લી ઉપરાંત ભોપાલ, રાજસ્થાન, ચેન્નઈ, હૈદરાબાદ, પૂણેમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ચૂક્યા છે. નોંધનીય વાત છે કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
