ચંદા કોચરે આપ્યું રાજીનામું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO
ચંદા કોચરે આપ્યું રાજીનામું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO
નવી દિલ્હીઃ ICICI બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. બેંકે ગુરુવારે જણાવ્યું કે ચંદા કોચરની વહેલા રિટાયરમેન્ટની વિનંતી બેંકે મંજૂર કરી રાજીનામું સ્વીકારી લીધું છે. જણાવી દઈએ કે વીડિયોકોન લોન મામલે ચંદા કોચર વિવાદોમાં ફસાયાં હતાં. જાણકારી મુજબ ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષી ICICIના નવા સીઈઓ અને એમડી બનશે. એમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. બેંકુ મુજબ ચંદા કોચર વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર આનાથી કોઈ અસર નહિ પડે. આ સમાચાર બાદ ICICI બેંકના શેરમાં તેજીનો રૂખ જોવા મળ્યો છે. બેંકનો શેર 3 ટકાના વધારા સાથે 313 રૂપિયા પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યો હતો કે કોચરે વીડિયોકોનને કુલ 2350 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના બદલામાં ખોટી રીતે ખાનગી લાભ હાંસલ કર્યો. જે બાદ બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચર તથા તેના પતિની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ICICI સિક્યોરિટીનો શેર પણ 1.75 ટકા વધી ગયો છે. બેંકના બોર્ડે ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી લીધું છે. ICICI બેંકે કહ્યું કે ચંદા કોચરને બેંકની તમામ સહયોગી કંપનીઓના બોર્ડની જવાબદારીઓમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. આ પણ વાંચો- શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો પણ 91 પૈસા કમજોર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
