GST મુદ્દે 21 ઓક્ટોબરે એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : ગુડ્સ એન્ડ ર્સવિસ ટેક્સ (જીએસટી - GST)ને અમલી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર જીએસટી મુદ્દે રાજ્યોને મનાવી લેવાના અંતિમ પ્રયત્નો કરી રહી છે. કેન્દ્ર સરકાર બંધારણીય સુધારા બિલ પર તેમની મંજુરી મેળવવામાં સફળ રહે તેમ પણ માનવામાં આવે છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ એમ્પાવર્ડ કમિટિ (ઈસી)ની બેઠક 21 ઓક્ટોબરે દિલ્હીમાં મળી રહી છે. તેમાં રાજ્યો તરફથી જીએસટીને લીલી ઝંડી મળે તેવો આશાવાદ કેન્દ્રને છે.
રાજ્યોના નાણાં પ્રધાનોની આ સમિતિની બેઠક પર તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. નાણાં મંત્રાલય દ્વારા જીએસટી અંગે કામ ઝડપી બનાવવા ચૂંટણી પંચ પાસેથી પણ અપેક્ષા રાખી છે. સેન્ટ્રલ સેલ્સટેક્સ(સીએસટી)ના વળતરને અમલી બનાવવા માટે ગણતરી કરવામાં આવી રહી છે.

વર્ષ 2013-14 માટે સરકાર સીએસટી રેટમાં ઘટાડાના અનુસંધાનમાં નુકસાન માટે રાજ્યોને વળતર તરીકે નવ હજાર કરોડના બજેટનો અંદાજ ધરાવે છે. પરંતુ આ ફંડની રકમ હજુ ફાળવવામાં આવી નથી. નાણાં મંત્રી પી ચિદમ્બરમ જીએસટીને મુદ્દે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે સીએસટી વળતર ચોક્કસ શરતોની સ્થિતિમાં અમલી બનાવવામાં આવશે. બંધારણીય સુધારા બિલ અને જીએસટી કાયદા બંનેને વધુ ઝડપથી આગળ લઈ જવામાં મદદરૂપ બનવાની સ્થિતિમાં વળતર આપવામાં આવશે. અધિકારીએ કહ્યું છે કે રાજ્યો આગામી મિટિંગમાં બિલ અંગે તેમના અંતિમ મત રજુ કરશે.
સીએસટી વળતર રાજ્યોને ત્યારે જ મળશે જ્યારે રાજ્યો જીએસટી અંગે સહકાર કરશે. રાજ્યો આગામી બેઠકમાં તેમના અંતિમ અભિપ્રાય રજુ કરશે. બીજી બાજુ ઉદ્યોગ જગત દ્વારા જીએસટી રજુ કરવા સરકાર પર દબાણ વધારી દેવામાં આવ્યું છે. અલબત્ત અમલી કરવાની બાબત વર્તમાન સરકારની અવધિ દરમિયાન શક્ય દેખાઈ રહી નથી કારણ કે આગામી સાત મહિનાની અંદર સામાન્ય ચૂંટણી યોજાનાર છે. નાણાં પ્રધાન બંધારણીય સુધારા બિલ પસાર કરવાના પ્રયાસમાં છે જો બંધારણીય સુધારા બિલ પસાર થશે તો કેન્દ્ર માટે મોટી સફળતા રહેશે.
બંધારણીય સુધારા બિલ અંગે ચર્ચા 21મીએ મળનારી બેઠકમાં એજન્ડા પર ટોપ પર રહેશે. ચૂંટણી પંચ રાજ્યોના અધિકારીઓની પેટા સમિતિના અહેવાલ પર વિચારણા કરશે. સંસદની સ્થાયી સમિતિની ભલામણ પર વિચારણા કરવા 19મી સપ્ટેમ્બરના દિવસે છેલ્લી બેઠકમાં પેટા સમિતિની રચના કરવામાં આવી હતી.
બંધારણીય સુધારા બિલના સુધારવામાં આવેલા મુસદ્દા ઉપર રાજ્યોના અભિપ્રાય મેળવવામાં આવી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ બિલ રજુ કરવાની યોજના ધરાવે છે. શિયાળુ સત્ર આગામી મહિનાથી શરૂ થઈ રહ્યુ છે. સંસદમાં બે તળત્યાંશ બહુમતી દ્વારા આને પાસ કરવાની હિલચાલ ચાલી રહી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
