Good News: સરકારી કર્મચારીઓને મળશે દશેરાની ગિફ્ટ, 10000 સુધીનો પગાર વધારો
Good News: સરકારી કર્મચારીઓને મળશે દશેરાની ગિફ્ટ, 10000 સુધીનો પગાર વધારો
નવી દિલ્હીઃ 3 વર્ષથી સાતમા પગાર પંચ અંતર્ગત સેલેરીમાં વધારાની માંગ કરી રહેલ કેન્દ્રીય કર્મચારીઓને અત્યાર સુધી આનો લાભ નથી મળ્યો. પગાર પંચની ભલામણથી વધુની માંગ કી રહેલ કર્મચારીઓને હજુ સુધી વધેલ સેલેરીનો લાભ નથી મળ્યો. જો કે જલદી જ કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ડીએ વધારવાનો લાભ મળવાની ઉમ્મીદ છે.

કેન્દ્રીય કર્મચારીઓના DAમાં વધારો
કેન્દ્રની મોદી સરકાર દશેરાથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં વધારાની ભેટ આપી શકે છે. સરકાર કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં વધારી શકે છે. માનવામાં આવી રહ્યું છે કેઆ વખતે આ વધારો 5 ટકા સુધી થશે. જો કે હજુ તેની સત્તાવાર ઘોષણા કરવામાં નથી આવી, પરંતુ દરેક છ મહિને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ પણ વર્ષ 2019ના બીજા ક્વાર્ટરમાં ડીએમાં વધારાનો ઈંતેજાર કરી રહ્યા છે.

ડીએમાં પાંચ ટકાનો વધારો
માનવામાં આવી રહ્યું છે હાલના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. આ વખતે કર્મચારીઓને ઉમ્મીદ છે કે આમાં પાંચ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ ક્વાર્ટર પર ડીએમમાં 5 ટકાના વધારાની ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો ઓગસ્ટના અંતિમ અઠવાડિયે થનાર હતો, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વધારો ઓગસ્ટ અથવા દશેરાની સાથે શરૂ થનાર તહેવારના મોસમ પહેલા કરવામાં આવશે અને કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનું એરિયર પણ મળશે.

સેલેરીમાં 10000 રૂપિયા સુધીનો વધારો
જો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવી રહેલ દાવા મુજબ સરકારે ડીએમમાં 5 ટકાનો વધારો કર્યો તો કર્મચારીઓની સેલેરીમાં 720 રૂપિયાથી લઈ 10 હજાર રૂપિયા પ્રતિ માસ સુધી વધારાની સંભાવના છે. જો આ વખતે ડીએમાં 5 ટકાનો વધારો થાય છે તો સેલેરીમાં કેટલો વધારો થશે, આ લેવલના હિસાબે જાણીએ. જો માત્ર 1ની વાત કરવામાં આવે તો આ લેવલમાં ન્યૂનતમ સેલેરી 18000 રૂપિયા છે, જે હિસાબે જો ડીએમાં 5 ટકાનો વધારો થાય છે તો સેલેરીમાં દર મહિને 900 રૂપિયાનો વધારો થશે. જ્યારે લેવલ 2માં 995 રૂપિયા, લેવલ 3માં 1085 રૂપિયા, લેવલ 4માં 1275 રૂપિયા અને લેવલ 5માં 1460 રૂપિયા ડીએ વધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
