CBDTએ AARની ફી રૂપિયા 10000થી વધારીને રૂપિયા 10 લાખ કરી
નવી દિલ્હી, 3 ડિસેમ્બર : ભાજપ સરકારના ભારતમાં જ ઉત્પાદન કરવાના મેક ઈન ઇન્ડિયા કેમ્પેનના આલાપ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ 28મી નવેમ્બરે સરક્યુલર બહાર પાડીને ઓથોરિટી ઓન એડવાન્સ રૂલિંગ(AAR)ની ફી રૂપિયા 10,000થી વધારીને રૂપિયા 10 લાખ કરી છે.
આ તોતિંગ વધારાથી વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવાથી વિમુખ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સીબીડીટીએ ઓથોરિટી ઓન એડવાન્સ રૂલિંગ ની ફીમાં 100 ગણો વધારો કરતા ભારતથી વિદેશ માલની નિકાસ કરતા વેપારીઓને પણ મોટો ફટકો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

સીબીડીટીએ છેલ્લે 1 જુલાઈ 2012ના રોજ ફેરફાર કરીને રૂપિયા 2500ની ફી વઘારીને તમામ કેસ માટે રૂપિયા 10,000 કરી હતી. હવે સીબીડીટીએ 28મી નવેમ્બરે સરક્યુલર જારી કરીને આ ફી રૂપિયા 10000થી વધારીને રૂપિયા 2 લાખથી રૂપિયા 10 લાખ જેટલી કરી છે.
આ કારણે રૂપિયા 100 કરોડ કરતા ઓછું ટ્રાન્ઝેકશન હશે તે કંપનીઓને AARમાં કેસ દાખલ કરવા રૂપિયા 2 લાખની ફી, રૂપિયા 100 કરોડથી રૂપિયા 300 કરોડનું ટ્રાન્ઝેક્શન ધરાવતી કંપનીનેરૂપિયા 5 લાખ અને રૂપિયા 300 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો કેસ દાખલ કરવા રૂપિયા 10 લાખની ફી ભરવી પડશે.
જો કે વિદેશી કંપનીઓ સાથે વ્યવહાર કરતા ભારતના ચેરિટેબલ ટ્રસ્ટો, સરકારી નિગમો, હોસ્પિટલો વગેરે એકમોને AARની ફીમાં ઝીંકાયેલા વધારાનો બોજ સહન કરવો પડશે નહિં. સીબીડીટીએ ગેઝેટમાં આવા એકમોના નામ પ્રકાશિત કરવાની સૂચના આપી છે. સરકારના ગેઝેટમાં નામ પ્રકાશિત થયા હોય તેવા એકમોએ AARને રૂપિયા 10000ની ફી જ આપવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
