Budget 2024 : બજેટમાં સામાન્ય લોકો માટે શું? જાણો 10 મહત્વની બાબતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજુ કર્યુ કર્યુ છે. ચૂંટણી પહેલાના આ બજેટમાં સરકાર દ્વારા કોઈ મોટી જાહેરાત નથી કરાઈ. આ નિર્મલા સીતારમણનું છઠ્ઠુ બજેટ છે.
નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે. વચગાળાના બજેટમાં કોઈ લોકપ્રિય જાહેરાતો કરવામાં આવતી નથી. આ કારણે મોદી સરકારે કોઈ મોટી જાહેરાત કરવાનું ટાળ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, અમારી સરકાર ફરીથી સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જુલાઈમાં સંપૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્યનો વિગતવાર રોડમેપ તમારી સમક્ષ રજૂ કરશે.
વચગાળાના બજેટની 10 મોટી બાબતો
1. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું કે, આપણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.
2. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અત્યાર સુધી 70% મહિલાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ઘરો મળ્યા છે. જે અમે આગળ પણ ચાલુ રાખીશું.
3. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, અમે અત્યાર સુધીમાં 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ કર્યું છે. આગામી 5 વર્ષમાં બીજા 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.
4. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, હવે તમામ આશા વર્કર, આંગણવાડી વર્કર અને હેલ્પરને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
5. રેલવે બજેટ પર બોલતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, અમે ત્રણ નવા મોટા આર્થિક રેલવે કોરિડોર બનાવીશું. જેમાંથી પહેલો એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, બીજો પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને ત્રીજો હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર હશે.
6. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે આવનારા સમયમાં 40,000 સામાન્ય રેલ્વે કોચને વંદે ભારત કોચમાં રૂપાંતરિત કરીશું.
7. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થશે નહીં. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, હું આયાત ડ્યુટી સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ કર માટે સમાન કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂકું છું.
8. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 5.1% રહેવાનો અંદાજ છે.
9. નાણાકીય વર્ષ 2025માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ વધારીને 1.11 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
10. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, અમારી સરકાર સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિતના અમારા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટે પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
