Budget 2024 : નાના કરદાતાઓને બજેટમાં મળી શકે છે મોટી છુટ, જાણો શું છે ઉમ્મીદ?
કેન્દ્રિય બજેટને અંતિમ રૂપ આપવામા આવી રહ્યુ છે અને 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજુ કરવા જઈ રહ્યા છે ત્યારે નાના કરદાતાઓને મોટી ઉમ્મીદ છે.
આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી વચગાળાનું બજેટ રજુ કરાઈ રહ્યું છે. વચગાળાના બજેટનો ઉદ્દેશ્ય નવી સરકારની રચના સુધી ખર્ચની જરૂરિયાતોને પહોંચી વળવાનો હોય છે.

નાણામંત્રીએ કહ્યું છે કે, વચગાળાનું બજેટ વોટ ઓન એકાઉન્ટ હશે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવે તેવી શક્યતા છે. વચગાળાના બજેટમાં લોકપ્રિય યોજનાઓનો સમાવેશ કરવામાં નહીં આવે પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાણામંત્રી કેટલીક જરૂરી રાહત આપી શકે છે.
2019 ના વચગાળાના બજેટમાં પણ કિસાન સન્માન નિધિ અને આવકવેરામાં રાહત આપવા માટે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી હતી. ગયા ડિસેમ્બરમાં રાજ્યોના પ્રોત્સાહક ચૂંટણી પરિણામોમાં કલ્યાણકારી યોજનાઓએ ભૂમિકા ભજવી હોવાથી નાણામંત્રી નાના આવકવેરાદાતાઓને રાહત આપવા માટે કેટલીક મહત્વપૂર્ણ સામાજિક અને આર્થિક કલ્યાણ યોજનાઓ સાથે સામાન્ય જનતાના લાભ માટે કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી શકે છે.
લાખો નાના કરદાતાઓ અને મધ્યમ વર્ગના પગારદાર વર્ગની ફરિયાદ છે કે તેમને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ટેક્સમાં રાહત મળી નથી. આ સ્થિતિમાં હવે તે મોંઘવારી વધવાને કારણે આવકવેરામાં થોડી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. રાહત આપવા માટે સાનુકૂળ કારણો પણ છે.
તાજેતરમાં SBIની રિસર્ચ વિંગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2014 થી 2022 દરમિયાન રિટર્ન અને આવકવેરા ભરનારા આવકવેરાદાતાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. 31 ડિસેમ્બર સુધી આવકવેરા રિટર્ન 8.18 કરોડના રેકોર્ડ સ્તરને પાર કરી ચૂક્યું છે. છેલ્લા આઠ વર્ષમાં આવકવેરા રિટર્નની સંખ્યા બમણી થઈ છે અને આવકની અસમાનતા ઘટી છે.
નાણાકીય વર્ષ 2014 થી 2022 દરમિયાન વ્યક્તિગત આવકની અસમાનતા 0.472 ટકાથી ઘટીને 0.402 ટકા થઈ છે. આ સમયગાળા દરમિયાન 3.5 લાખની ઓછી આવક જૂથમાંથી 36.3 ટકા લોકો ઉચ્ચ આવક જૂથમાં જોડાયા છે. છેલ્લા એક દાયકામાં આવકવેરા કાયદામાં સુધારાથી આવકવેરાદાતાઓને માત્ર સુવિધા જ નથી મળી પરંતુ તેમની સંખ્યા વધારવામાં પણ મદદ મળી છે.
આ સુધારાઓમાં કરદાતાઓ માટે ફેસલેસ અપીલ સિસ્ટમ, કરદાતા ચાર્ટર અને ફેસલેસ એસેસમેન્ટ જેવા મુખ્ય આવકવેરા સુધારાઓ મુખ્ય છે. એ જ રીતે, નોન-ફાઈલર્સ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા આવા લોકોની ઓળખ કરવામાં આવે છે, જેમણે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો કર્યા છે પરંતુ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
