Budget 2024 : બજેટ કેવી રીતે તૈયાર કરાય છે? જાણો તેના વિશેની અજાણી વાતો
નાણાંમંત્રી મંત્રી નિર્મલા સીતારમણ નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ અને વચગાળાનું બજેટ રજુ કરવા જઈ રહ્યા છે. બજેટ બનાવવા માટે એક પુરી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને અનુસરીને બજેટ તૈયાક કરાય છે.
બજેટ માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. તેની તૈયારી કેટલાક મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. ભારતીય બજેટ વિશે બંધારણમાં ઉલ્લેખ કરાયો છે.

બજેટ શું છે? બંધારણમાં તેનો શું ઉલ્લેખ છે?
બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ નથી. બંધારણની કલમ 112 વાર્ષિક નાણાકીય નિવેદનની ચર્ચા કરે છે. આ કલમ હેઠળ જ સરકાર માટે દર વર્ષે તેની કમાણી અને ખર્ચનો હિસાબ આપવો ફરજિયાત છે.
આ કલમ મુજબ રાષ્ટ્રપતિને બજેટ રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ રાષ્ટ્રપતિ પોતે બજેટ રજૂ કરતા નથી, બલ્કે તેઓ કોઈ મંત્રીને તેમના વતી બજેટ રજૂ કરવા માટે કહી શકે છે. દેશમાં તાજેતરમાં જ આવું બન્યું હતું, જ્યારે 2019માં જ્યારે અરુણ જેટલી બીમાર હતા ત્યારે પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે નાણામંત્રી બજેટ રજૂ કરે છે.
બજેટ શબ્દ ક્યાંથી આવ્યો?
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ bougette પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં વપરાયો અને ભારત સુધી પહોંચ્યો.
બજેટ કોણ તૈયાર કરે છે?
ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. તેને બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો સામેલ થાય છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
હલવા સેરેમેની
નાણામંત્રી બજેટ પહેલા હલવા સમારોહનું આયોજન કરે છે. આ હલવા સેરેમની સૂચવે છે કે બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સમારોહમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
નાણા મંત્રાલયના બજેટ વિભાગના તમામ અધિકારીઓ જે બજેટ બનાવવાના કામમાં લાગેલા છે તેમને સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેમના પરિવારનો સંપર્ક કરવાની મંજૂરી નથી. આ સ્થિતિમાં સરકાર તેમની મહેનત બદલ આભાર વ્યક્ત કરવા માટે હલવા સેરેમનીનું આયોજન કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
