Budget 2024: બજેટમાં મહિલાઓ માટે શું છે ખાસ? નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ ઘોષણાઓ
Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. આ વચગાળાના બજેટમાં મહિલાઓ માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે.
જો કે, રાષ્ટ્રપતિના સંબોધન પહેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓ માટે બજેટની જાહેરાતોનો સંકેત આપવામાં આવ્યો હતો. તેમણે તેમના સંબોધનમાં 'મહિલા શક્તિ' પર ખાસ ભાર મૂક્યો હતો.

મોદી સરકારે સંસદ ભવનના પહેલા જ સત્રમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કર્યો હતો. નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા તેમના વચગાળાના બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે.
નાણામંત્રીએ પ્રથમ 10 વર્ષની ઉપલબ્ધિઓને લઈને આ વાતો કહી
- મહિલાઓને સાહસિકતાના સહારે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો.
- છેલ્લા 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણીમાં 28 ટકાનો વધારો થયો છે.
- STEM અભ્યાસક્રમોમાં છોકરીઓ અને મહિલાઓની નોંધણી 43 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
- ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો.
- 70 ટકા મહિલાઓને પીએમ આવાસ હેઠળ ઘર આપવામાં આવ્યા.
- સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો છે.
- લખપતિ દીદી યોજના હેઠળ એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે.
મહિલાઓ માટે આ જાહેરાતો કરવામાં આવી
- સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે.
- આયુષ્માન ભારત યોજના હેઠળ, આશા, આંગણવાડી કાર્યકરો અને નોકરાણીઓને પણ આરોગ્ય કવચ આપવામાં આવશે.
- મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. આ અંતર્ગત 9થી 14 વર્ષની વયની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.નાણા
- મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે.
- ગ્રામીણ આવાસ 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
2023-24ના બજેટમાં મહિલાઓને શું મળ્યું હતુ?
- મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મ
- હિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળી રહ્યું છે.
- દીન દયાલ અંત્યોદય યોજના હેઠળ, ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી હતી.
- સ્વ-સહાય જૂથોને આર્થિક સશક્તિકરણના આગલા તબક્કામાં લઈ જવા માટે મોટા ઉત્પાદક સાહસોની રચના કરવામાં આવી હતી.
- ઉજ્જવલા યોજના હેઠળ 9.6 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા.
નોંધનીય છે કે 1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ કોઈ સામાન્ય બજેટ નથી. વચગાળાનું બજેટ સામાન્ય બજેટ કરતાં નાનું હોય છે. આમાં, નવી સરકારની રચના સુધી આવક અને ખર્ચના અંદાજ રજૂ કરવામાં આવે છે જેથી રોકાણકારોનો બજારમાં વિશ્વાસ જળવાઈ રહે. એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિનામાં થનારા ખર્ચની મંજૂરી આ વખતના વચગાળાના બજેટ દ્વારા લેવામાં આવશે.
વચગાળાનું બજેટ સંસદમાં બે સ્થિતિમાં રજૂ કરવામાં આવે છે. સરકાર પાસે સંપૂર્ણ અથવા સામાન્ય બજેટ રજૂ કરવાનો સમય ના હોય અથવા તરત જ લોકસભાની ચૂંટણી યોજાવાની હોય. આ વખતનું બજેટ વચગાળાનું બજેટ છે કારણ કે સરકારને થોડા મહિના પછી ચૂંટણી યોજાવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
