Budget 2024 : મિડલ ક્લાસ કરદાતાઓ માટે મોટી રાહત, 25 હજાર સુધીનો ટેક્સ માફ કરાશે
બજેટમાં મિડલ ક્લાસ ટેક્સ પેયર માટે કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. જો કે આ વચગાળાના બજેટમાં જે કરદાતાઓનો વિવાદિત પ્રત્યક્ષ કર બાકી છે તેમને રાહત મળી છે
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં નાની, વણચકાસાયેલ, અસંબંધિત અથવા વિવાદિત પ્રત્યક્ષ કર માંગણીઓ બાકી છે, જેમાંથી ઘણી 1962ની છે. આ કરદાતાઓને ચિંતિત કરે છે અને પ્રમાણિક કરદાતાઓને વર્ષોથી તેમના રિફંડ મેળવવામાં પણ અવરોધે છે.

સરકારે નાણાકીય વર્ષ 2009-10 સુધી 25,000 સુધીની કરની માંગણીઓ અને 2014-15 સુધી 10,000 સુધીની કરની માંગણીઓ પાછી ખેંચવાની દરખાસ્ત કરી છે. આનાથી 1 કરોડ કરદાતાઓને ફાયદો થશે.
સરકારનું ધ્યાન કરદાતાઓ માટે સેવાઓ સુધારવા પર છે. તેમણે કહ્યું કે ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં લેવા સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે.
સરળ શબ્દોમાં સમજીએ તો જે કરદાતાઓ નાણાકીય વર્ષ 2009-10 માટે 25 હજાર અને નાણાકીય વર્ષ 2010-11 થી 2014-15 માટે 10 હજાર સુધીના બાકી લેણાં ધરાવે છે. તે પાછી ખેંચી લેવામાં આવી છે એટલે કે આ કરદાતાઓએ હવે આ રકમ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
