Budget 2024 : સુરક્ષાને લઈને બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, જાણો શું વિચારી રહી છે સરકાર?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેના અંતિમ બજેટમાં સેનાને લઈને મોટી જાહેરાત કરી શકે છે. 1 ફ્રેબ્રુઆરીએ બજેટમાં સુરક્ષાક્ષેત્ર માટે સરકાર કઈંક અલગ વિચારી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, આ વચગાળાનું બજેટ હશે અને તેમાં કોઈ મોટા નિર્ણય લેવાના નથી. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર આ બજેટથી સંરક્ષણ ક્ષેત્રને ઘણો ફાયદો થઈ શકે છે.

સરકારી અધિકારીઓ અનુસાર, આ બજેટ સત્રમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ અંગે રક્ષા સચિવે કહ્યું છે કે આ બજેટ સત્રમાં સરકારનું ધ્યાન રક્ષા નિકાસ વધારવા પર હોઈ શકે છે.
જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતે લગભગ 16000 કરોડ રૂપિયાના સંરક્ષણની નિકાસ કરી છે. અને 20,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. રક્ષા મંત્રીએ આપેલી માહિતી મુજબ આમાં ખાનગી ક્ષેત્રનું પણ મહત્વનું યોગદાન છે.
2024માં સંશોધન અને વિકાસ માટે જરૂરી તમામ બાબતો સરકાર દ્વારા બજેટમાં આપવામાં આવશે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયની જરૂરિયાતો માટે બજેટમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. એટલા માટે લોકોને આશા છે કે આ વખતે સંરક્ષણ મંત્રાલયને બજેટમાં પૂરતા પૈસા મળશે.
વચગાળાના બજેટ દરમિયાન સરકાર કોઈ મોટો નિર્ણય લેતી નથી. આવું ત્યારે થાય છે જ્યારે બજેટના થોડા દિવસો બાદ જ ચૂંટણી યોજાય છે. આ વખતે બજેટના થોડા મહિનામાં જ લોકસભાની ચૂંટણી યોજાશે, આ સ્થિતિમાં સરકાર માત્ર જરૂરી ખર્ચ માટે પૈસા ઉપાડવા માટે જ બજેટ બહાર પાડે છે.
આ વચગાળાના બજેટ દરમિયાન આવી ઘણી બાબતો પર ધ્યાન અપાય છે. લોકસભા ચૂંટણી પછી જે પણ સરકાર નિયુક્ત થશે તે સંપૂર્ણ બજેટ લાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
