Budget 2023: સામાન્ય જનતાને રાહત, નવી કર વ્યવસ્થા હેઠળ 7 લાખ રુપિયા સુધીની આવક ફ્રી
બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતાને મોટી રાહત આપીને નવી કર વ્યવસ્થા હેઠળ સાત લાખ રુપિયા સુધીની છૂટ આપી છે.
Budget 2023: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચમી વાર સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યુ. લોકસભાની ચૂંટણી પહેલા આ અંતિમ પૂર્ણ બજેટ છે. જેના તરફ માત્ર દેશની જ નહિ પરંતુ દુનિયાની નજર છે. બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતાને મોટી રાહત આપીને નવી કર વ્યવસ્થા હેઠળ સાત લાખ રુપિયા સુધીની છૂટ આપી છે. તેમણે કહ્યુ કે વ્યક્તિગત આવકવેરામાં 7 લાખ રુપિયા સુધીની છૂટ આપવામાં આવી છે.

નાણામંત્રી સીતારમણે વધુમાં કહ્યુ કે મે 2020માં 2.5 લાખ રુપિયાથી શરુ થતા 6 ઈન્કમટેક્સ સ્લેબ સાથે નવી વ્યક્તિગત વ્યવસ્થાની શરુઆત કરી. મે સ્લેબની સંખ્યા ઘટાડીને 5 અને આવકવેરા છૂટની સીમા વધારીને 3 લાખ રુપિયા કરીને આ શાસનમાં કર સંરચનાને બદલવાનો પ્રસ્તાવ કર્યો.
ટેક્સ સ્લેબમાં બદલાવ, જાણો કોણે કેટલો ટેક્સ ભરવો પડશે
- 7 લાખ સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
- પહેલા તેની મર્યાદા 5 લાખ રૂપિયા હતી.
- 0 થી 3 લાખ સુધી કોઈ ટેક્સ નથી.
- 3 થી 6 લાખની આવક પર 5% ટેક્સ
- 6 થી 9 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ
- 9 થી 12 લાખ પર 15% ટેક્સ
- 9 લાખ કમાતા વ્યક્તિએ માત્ર 45 હજાર રૂપિયા ટેક્સ ભરવાના રહેશે.
નાણામંત્રી સીતારમણે કેવાયસી પ્રક્રિયાને સરળ કરવાની પણ ઘોષણા કરી છે. આ સાથે તેમણે ડિજીલૉકરના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કહી છે. આ ઉપરાંત નાણામંત્રીએ એક આઈટી પોર્ટલ સ્થાપિત કરવાની વાત કહી છે. સીમા શુલ્કમાં 13 ટકા કરવાનો પ્રસ્તાવ છે. આવાસીય ક્ષેત્રની લોન માટે કલમ 54 અને કલમ 54એચ હેઠળ છૂટ આપવામાં આવી છે. ઑનલાઈન ટીડીએસમાં ઘટાડામાં કમી કરવામાં આવી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
