બજેટ 2015 : IT સેક્ટર સાથે આ મુદ્દા ચર્ચશે નાણાપ્રધાન
નવી દિલ્હી, 12 જાન્યુઆરી : કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી તેમના બજેટ 2015ની તૈયારી શરૂ કરી ચુક્યા છે. જેના ભાગરૂપે તેઓ હેવે એકપછી એક જુદા જુદા ક્ષેત્રો સાથે વાતચીત કરી રહ્યા છે. આ જ દિશામાં આગળ વધીને તેઓ 14મી જાન્યુઆરીના દિવેસે તેઓ આઇટી સેક્ટરના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાના છે.
આ બેઠકમાં આઇટી સેક્ટર સાથે સંબંધિત તમામ મુદ્દાઓ ને ચર્ચવામાં આવશે. જેમાં ઇ-ગવર્ન્સ, સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ અને ઇનોવેશનની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. આના પર ધ્યાન પણ આપી રહી છે. આમ છતાં આવનારા સમયમાં શું સુધારણા કરવાની જરૂર
છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં કેટલીક ઇ-કોમર્સ કંપનીઓના સીઇઓ અને જાણીતા સ્ટાર્ટ અપના પ્રતિનિધીઓ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની વાત કરી છે. જેથી સરકાર ઇ-ગવર્ન્સ પર ખાસ ધ્યાન આપવાની છે. આઇટી સેક્ટરની સામે રહેલી તકલીફ પર પણ ધ્યાન આપવામાં આવશે. ફ્લિકાર્ટના સચિન બંસલ, એચસીએલના અનંત ગુપ્તાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
નાસકોમના પી. ચન્દ્રશેખર અને આઇ સ્પીરિટના શરદ શર્માને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અગાઉ ક્યારેય પણ બજેટ પહેલા ચર્ચામાં કોઇ સ્ટાર્ટ અપ સેક્ટર અથવા તો અન્ય લગતી કંપનીઓના વડાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ઇ-ગવર્ન્સ અને સ્થાનિક મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન્ડિયા પર ખાસ ધ્યાન બેઠકમાં આપવામાં આવશે. ઇનોવેશનના મામેલે પણ વ્યાપક ચર્ચા કરવામાં આવનાર છે. નાણાં મંત્રાલય દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવી ચુક્યો છે.
આના ભાગરૂપે વેપારી યુનિયનો, અર્થશાસ્ત્રીઓ, બેંકો અને નાણાંકીય સંસ્થાઓના વડા સાથે વાતચીત કરી રહ્યા છે. બેઠકમાં જેટલીની સાથે ચાવીરૂપ પોલીસીમેકર્સની ટીમ પણ રહેશે. જેમાં રેવેન્યુ સેક્રેટરી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સ, કોમર્સ સચિવ અને નાણાં સચિવનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
