બજેટ 2015: આવક કરમાં કોઇ રાહત નહીં, સર્વિસ ટેક્સમાં વધારો
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: મોદી સરકાર દ્વારા આજે પોતાનું પહેલું સામાન્ય બજેટ સંસદમાં રજૂ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી સંસદ સભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે.

- જીડીપી વિકાસ દર 7.4 ટકા પર રહેવાનું અનુમાન
- વિદેશી મુદ્રા 340 બિલિયન ડોલર પર પહોંચી છે.
- ડોલરના મુકાબલે રૂપિયો 6.2 ટકા મજબૂત થયો છે.
- સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અમે 6 કરોડ ટોયલેટ્સ બનાવીશું.
- અમારી સરકારની ચાર સિદ્ધિઓ છે-
- સરકારની પહેલી સિદ્ધી જનધન યોજના છે.
- અમારી બીજી સિદ્ધિ કોલ બ્લોક ફાળવણીની છે.
- સ્વચ્છ ભારત અભિયાનની સફળતા
- ચોથી સિદ્ધિ મોંધવારી દરમાં ભારે ઘટાડો આવ્યો છે.
- સબસિડી માટે JAM આધાર રહેશે
- J- જનધન યોજના, A-આધાર, M- મોબાઇલ
- સરકારી નુકસાન ઓછુ કરવાનો મોટો પડકાર છે
- કૃષિક્ષેત્રમાં ઓછી આવક એ મોટુ નુકસાન
- નાણાકિય નુકસાન 3 ટકાથી નીચે લાવવાની યોજના
- ગરીબો માટે ચાલતી યોજનાઓ ચાલુ રહેશે.
- ઇંફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરવામાં આવશે
- 2022 સુધી દરેક ગામડામાં વીજળી પહોંચશે.
- એક લાખ કિલોમીટર સુધી રસ્તાઓ બનાવવાની યોજના
- 2022 સુધી તમામને રોજગાર આપવાની યોજના છે.
- દરેક ગામને હોસ્પિટલ આપવાની જોગવાઇ છે.
- મેક ઇન ઇન્ડિયાનું લક્ષ્ય રોજગારને પ્રોત્સાહન આપવાનું છે.
- ખેડૂતો માટે 8.5 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના
- રોકાણથી આવકમાં વધારો કરવાની યોજના
- મનરેગા માટે 34,699 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
- પર ડ્રોપ, મોર ડ્રોપથી કૃષિમાં વિકાસનું લક્ષ્ય
- ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ખેડૂત બજાર બનાવવામાં આવશે
- અટલ પેંશન યોજનાની શરૂઆત કરવામાં આવશે.
- અટલ પેંશન યોજનામાં 1000 સરકાર અને 1000 રૂપિયા ખાતેદાર જમા કરાવશે
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પણ શરૂ કરવામાં આવશે.
- પીપીએફમાં 3 હજાર કરોડ જેટલી કોઇ દાવા વગરની રકમ પડી છે.
- ઇપીએફમાં 6 હજાર કરોડ રૂપિયાની દાવા વગરની રાશિ છે.
- આ દાવા વગરની રાશિનો ગરીબો માટે ઉપયોગ કરવામાં આવશે.
- નિતિપંચ માટે 1000 કરોડની ફાળવણી
- અટલ નવોન્મેશ મિશન માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવશે
- મનરેગા માટે વધુ 5000 કરોડની ફાળવણી
- વડાપ્રધાન કૃષિ સિંચાઇ યોજના માટે 3000 કરોડની ફાળવણી
- વાયદા બજારને સેબીમાં સમાવવાનો પ્રસ્તાવ
- સટ્ટાબાજી રોકવા માટે પ્રસ્તાવ.
- આઇસીડીએસ માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
- સ્વરોજગાર મેળવવા માટે સેતુ યોજનાની શરૂઆત કરવામાં આવશે
- ડાયરેક્ટ ટેક્સ પ્રણાલી લાગુ કરવાનો પ્રસ્તાવ
- આવતા વર્ષે સાતમુ પગાર પંચ લાગુ કરવાની યોજના છે.
- કર્મચારીઓને ઇપીએફ અથવા એનપીએસની પસંદ કરવાનો વિકલ્પ.
- બાળ વિકાસ યોજના માટે 1500 કરોડ ફાળવવાની યોજના
- 150 દેશોના પ્રવાસીઓને વિઝા ઓન અરાઇવલની જોગવાઇ
- નિર્ભયા ફંડમાં વધુ 1000 કરોડની રાશિની ફાળવવણી
- 1 રૂપિયા મહિના પ્રિમિયમ પર 2 લાખનો દુર્ઘટના વિમો
- વારાણસી, હેદરાબાદ, અમૃતસર વર્લ્ડ હેરિટેજ સિટી બનશે
- મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વચ્ચે તાલમેલ સ્થપાશે
- બિહાર, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, અસમમાં એઇમ્સની સ્થાપના થશે.
- આઇએસએમને પૂર્ણ આઇઆઇટીની માન્યતા
- કર્ણાટકમાં પણ આઇઆઇટીની સ્થાપના થશે.
- અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટ ખોલવામાં આવશે.
- દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ યોજનામાં 1500 કરોડની ફાળવણી
- બિહાર અને પશ્ચીમ બંગાળમાં વિશેષ સહાયતા
- ગુજરાતમાં ધોલેરા અને મહારાષ્ટ્રમાં ઓરંગાબાદમાં 2200 કરોડ
- મધ્યાહન ભોજન માટે 68,968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- સ્વાસ્થ્ય માટે 33152 કરોડની ફાળવણી
- નનામી ગંગે યોજના માટે 4,173 કરોડની ફાળવણી
- રક્ષા માટે 2,46,727 કરોડની ફાળવણી, 2.22 લાખથી કરોડથી વધારીને 2.46 લાખ કરોડ કરવામાં આવ્યું.
- સિંગાપોર જેવું ગુજરાતમાં ફાઇનાસ્ટ સેંટર ખોલવામાં આવશે.
- જીએસટી આવતા વર્ષથી લાગુ થશે
- કાળુ નાણુ રોકવાનો પ્રસ્તાવ
- કોર્પોરેટ ટેક્સ આવતા ચાર વર્ષોમાં 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની જોગવાઇ.
- ઇનકમ ટેક્સમાં કોઇ ફેરફારની જાહેરાત નહી.
- કાળા નાણાના દોષીઓને 10 વર્ષના જેલની સજાની જોગવાઇ
- બેનામી સંપતિને સરકાર દ્વારા જપ્ત કરવામાં આવશે.
- ફેમા કાયાદાઓમાં પણ બદલાવ કરવામાં આવશે.
- વિદેશમાં કાળુ નાણુ છૂપાવવાના દોષીઓને સાત વર્ષની સજા
- એક કરોડ કરતા વધારેની આવકમાં 2 ટકા સરચાર્જ
- 1 લાખના ટ્રાંજેક્શન પર પાન નંબર આપવો પડશે.
- વેલ્થ ટેક્સ ખતમ થશે.
- એક્સાઇઝ ડ્યૂટી 12.3ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવશે.
- એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો થવાથી તમ્બાકુ, સિગરેટ મોંઘી બનશે
- સર્વિસ ટેક્સ 12.3 ટકાથી વધારીને 14 ટકા કરાશે
- સર્વિસ ટેક્સમાં વધારો થવાથી દરેક વસ્તુઓ મોંઘી બનશે.
- હોટલનું ભોજન, શિક્ષણ, પાર્લર મોંઘુ બનશે.
- હેલ્થ ઇંસ્યોરંસમાં છૂટ, 15 હજારથી 25 હજાર સુધીના પ્રીમિયમમાં
- ટેક્સમાંથી મૂક્તિ અપાઇ.
- પરિવહન ભથ્થામાં છૂટ 800થી 1600 સુધીની કરવામાં આવી.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
