BSNLની આ નવી ઓફરમાં છે છપ્પર ફાડ ફ્રી ડેટા ને ટોકટાઇમ
બીએસએનએલ એ ઇદ ઉલ ફિતર પર કેટલીક નવી ઓફર કાઢી છે. જેમાં તમે ફ્રી ટોકટાઇમથી લઇને ફ્રી 3જી ડેટા મેળવી શકો છો. ત્યારે જાણો શું છે બીએસએનએલની આ નવી ઓફર અહીં.
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ એ ઇદ ઉલ ફિતરના ઉપક્રમે બે નવા કોમ્બો વાઉચર કેશ અને ઓફર કાઢી છે. સાથે જ ટોપ અપ વાઉચર પર વધુ ટોકટાઇમ આપવાની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં જ્યારે બીએસએનએલ લોકપ્રિય છે ત્યારે આ વાઉચરની ઓફર શું છે અને કેવા પ્લાન હેઠળ મફત ડેટા અને ફુલ ટોકટાઇમ મળી રહ્યા છે તે અંગે વિગતવાર જાણો અહીં...

પહેલું વાઉચર
786 રૂપિયામાં એક કોમ્બો વાઉચર રજૂ કરવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોને પૂરો 786નો ટોકટાઇમ મળશે. આ સેવા તમને 90 દિવસ માટે મળશે જેમાં 3 જીબી ડેટા પણ આપવામાં આવશે.

બીજું વાઉચર
આ બીજા વાઉચરમાં તમને 599 રૂપિયા મળશે. જેમાં 507 રૂપિયાનું બેલેન્સ મળશે સાથે જ 279 રૂપિયાનું વધારાનું ટોકટાઇમ 30 દિવસ માટે મળશે. અને આ ઓફર ખાલી 30 જૂન સુધી જ ચાલુ રહેશે.

એક્સટ્રા ટોકટાઇમ
આ સિવાય પણ બીએસએનએલ 60, 110, 210 અને 290 રૂપિયાના ટોપ અપ વાઉચર લાવ્યું છે. જેમાં વધારોના ટોકટાઇમ આપવામાં આવી રહ્યો છે. સાથે જ 444 રૂપિયા વાળી બીએસએનએલ ચોક્કા નામની એક ઓફર પણ હાલ ચાલુ છે. જેમાં 90 દિવસો સુધી રોજના 4જીબી 3જી ડેટા કંપની આપી રહી છે.

333 પ્લાન
આ પહેલા બીએસએનએલની તરફથી 333 રૂપિયાનો એક પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો હતો. જે હેઠળ કંપનીએ 90 દિવસો સુધી રોજ 3 જીબી 3જી ડેટા ઓપવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જીયોના આવ્યા પછી બીએસએનએલ સમતે એરટેલ અને વોડાફોન જેવી અનેક કંપનીઓ તેના ગ્રાહકોને આકર્ષવા માટે નીતનવી ઓફર લાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
