ભારતમાં બેસ્ટ ચાઇલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
ભારતમાં ઘણા ચાઇલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે પ્લાન મ્યુચ્યુઅલ ફંડ સ્વરૂપે ઉપલબ્ધ છે. આવા સમયે વિવિધ વિશ્લેષણોને આધારે આપના બાળકના સુઘડ ભવિષ્ય માટે રોકાણના અનેક પ્રકારો છે. જો આપ વ્યવસ્થિત આયોજન કરશો તો ભવિષ્યમાં આપના બાળકની શિક્ષણ અને અન્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતું રોકાણ કરી શકશો.
અમે અહીં બાળકો માટે રોકાણના એવા વિકલ્પો દર્શાવી રહ્યા છે જેમાં જોખમ ઓછું છે. અહીં અમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમી રોકાણ વિકલ્પની બાદબાકી કરી છે. કારણ કે તેમાં 15થી 18 વર્ષે શું થશે તે કહી શકાય તેમ નથી.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ
જો આપ શિસ્તબદ્ધ અને નિયમિત રોકાણ કરવામાં માનતા હોવ તો અનેક કારણોથી આપનો પ્રથમ રોકાણ વિકલ્પ પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ છે. કારણ કે દેશમાં બહુ ઓછા રોકાણ વિકલ્પો છે જે બમણો ટેક્સ લાભ આપે છે. પહેલો એ કે આપ વર્ષે 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. તે બધું રોકાણ આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિ આપે છે.
બીજું એ કે 15 વર્ષ પછી જ્યારે તે પાકે છે ત્યારે આપના તેનું વ્યાજ કરપાત્ર નથી. આ સાથે આપના બાળકના ઉચ્ચ શૈક્ષણિક ખર્ચ માટે 15 વર્ષમાં પુરતું ફંડ એકત્ર થઇ ચૂક્યું હોય છે. કટોકટીના સમયે આપ 7 વર્ષ બાદ તેને ઉપાડી શકો છો.

ગેરન્ટીડ મનીબેક ઇન્શ્યોરન્સ પ્લાન
માર્કેટમાં અનેક પ્રોડક્ટ છે જે ગેરન્ટીડ મનીબેક ઇન્શ્યોરન્સ પ્લાન લઇને આવે છે.તેમાં આઇડીબીઆઇ ફેડરલ લાઇફ ઇન્કમશ્યોરન્સ પ્લાન છે. આ પ્રોડક્ટ દરેક તબક્કે શ્રેષ્ઠ દેખાવ કરે છે. તેમાં ટીટર્નની ખાતરી આપવામાં આવી છે. તેનું રોકાણ સરકારી યોજનાઓમાં હોય છે. તેમાં ડબલ ટેક્સ બેનિફિટ મળે છે. વળી તેમાં આપના પ્રિમિયમના 10 ગણા નાણા આપને ઇન્શ્યોરન્સ તરીકે મળે છે. તેમાં રોકાણનો સમયગાળો આપ આપની ઇચ્છા મુજબ રાખી શકો છો.

ટર્મ ઇન્શોરન્સ પ્લાન
ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન આપના બાળકને માટે લાભકર્તા છે. ખાસ કરીને આપના કમનસીબ મૃત્યુના સમયમાં તે આપના બાળકને આર્થિક સહાય કરશે. તે અનેક વર્ષો સુધી આપના બાળકના અભ્યાસ અને અન્ય જરૂરિયાતોને પૂરી કરવામાં વર્ષો સુધી મદદ કરશે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ટાળો
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આપને ઊંચું વળતર આપે છે. જો કે તેમાં નાણા પરત મળવાની ખાતરી રહેતી નથી. આ કારણે આ પ્રકારની સ્કીમમાં રોકાણ ટાળવું જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
