જાણો : PAN કાર્ડના ફાયદા
કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે કે મહત્તમ લોકો પાન કાર્ડ ધારક બને. પાન કાર્ડ હોવું વર્તમાન સમયમાં આવશ્યક છે. પાન કાર્ડ ક્યાં અને કેવી રીતે કઢાવવું તેની વિગતો આપવાની સાથે અમે PAN CARD (પાન કાર્ડ) હોવાના ફાયદા વિશે પણ આપને જણાવીશું.
પાન કાર્ડ મેળવવા કેવી રીતે અરજી કરવી?
પાન સંબંધિત સેવાઓમાં સુધારો કરવા માટે આવકવેરા વિભાગે યુટીઆઇ ઇન્વેસ્ટર્સ સર્વિસીસ લિમિટેડ (UTIISL)ને સત્તાવાર રીતે અધિકૃત રીતે TIN સુવિધા કેન્દ્રો પરથી એ તમામ શહેરો અને નાના નગરોમાં આઇટી પાન સેવા કેન્દ્ર સ્થાપિત કરવા અને તેનું સંચાલન કરવા માટે અધિકૃત કર્યા છે. મોટા શહેરોમાં પાન કાર્ડના અરજીદાતાઓની સુવિધા માટે UTIISL દ્વારા મહત્તમ પાન સેવા કેન્દ્ર સ્થાપિત કર્યા છે. આવી જ રીતે ત્યાં એકથી વધારે ટીઆઇએન સુવિધા કેન્દ્ર છે.
પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
પાન કાર્ડ માટેની અરજી માત્ર ફોર્મ 49A પર જ કરવામાં આવવી જોઇએ. પાન કાર્ડની અરજી (ફોર્મ 49A) આવકવેરા વિભાગ અથવા UTIISL અથવા NSDLની વેબસાઇટ (www.incometaxindia.gov.in,www.utiisl.co.in અથવા tin.nsdl.com) પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેની પ્રિન્ટ આઉટ કાઢવામાં આવે છે. આ ફોર્મ આઇટી પાન સેવા કેન્દ્રો અને ટિન સુવિધા કેન્દ્રો પર ઉપલબ્ધ હોય છે.
અરજી કર્યા બાદ આપને એક નંબર આપવામાં આવેં છે. જેના દ્વારા આપ જાણી શકો છો કે આપના પાનકાર્ડ બનવાની પ્રક્રિયા કેટલે પહોંચી છે, તેનું લેટેસ્ટ સ્ટેટસ શું છે? પાન કાર્ડ બનાવવા માટે રૂપિયા 150થી રૂપિયા 200નો ખર્ચો થાય છે.
પાનકાર્ડના ફાયદા
- આવકવેરામાં તમામ પ્રકારની મુશ્કેલીઓથી પાનકાર્ડ બચાવે છે.
- આપ કોઇ પણ સરકારી કે ખાનગી સંસ્થામાં તેને આઇડી પ્રુફ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. ભારત સરકારે આ માટે તેને માન્યતા આપી છે.
- માત્ર ફુલ ટાઇમ નહીં પરંતુ પાર્ટ ટાઇમ જોબમાં પણ પાનકાર્ડ રજૂ કરતા આપની ચૂકવણી સરળ બને છે.
- આપ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવ તો પાન કાર્ડ રજૂ કરવાથી આપને નાણાકીય વર્ષના અંતમાં ટીડીએસ ક્લેમ કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
