Bank Holidays September 2025: સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે બેંકો? જુઓ સંપૂર્ણ યાદી
Bank Holidays September 2025: સપ્ટેમ્બર મહિનામાં ભારતના વિવિધ રાજ્યોમાં અનેક તહેવારો અને પ્રાદેશિક અવસરોને કારણે બેંકો બંધ રહેશે. જેમાં કર્મ પૂજા, ઓણમ, ઈદ-એ-મિલાદ, ઈન્દ્રજાત્રા, નવરાત્રી સ્થાપના, દુર્ગા પૂજા અને મહારાજા હરિ સિંહની જન્મજયંતિ જેવા મહત્વના પ્રસંગોનો સમાવેશ થાય છે. તેથી જો આવતા મહિને તમારે પણ બેંકનું કોઈ કામ હોય તો તમારે આ યાદી ખાસ જોઈ લેવી જોઈએ.

સપ્ટેમ્બર મહિનામાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે એટલે કે અડધો મહિનો બેંકોમાં રજા રહેશે. આ રજાઓમાં વિવિધ તહેવારો, સાપ્તાહિક રજાઓ (રવિવાર અને બીજો-ચોથો શનિવાર) અને અન્ય સ્થાનિક અવસરોનો સમાવેશ થાય છે. અહીં જુઓ તમારા શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં કઈ-કઈ તારીખે બેંકો બંધ રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં બેંકોમાં રજાની સંપૂર્ણ યાદી
- 3 સપ્ટેમ્બર, 2025 (બુધવાર) - કર્મ પૂજા - ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
- 4 સપ્ટેમ્બર, 2025 (ગુરુવાર) - પહેલો ઓણમ - કેરળમાં બેંકો બંધ રહેશે.
- 5 સપ્ટેમ્બર, 2025 (શુક્રવાર) - ઈદ-એ-મિલાદ અને તિરુવોનમ - ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, જમ્મુ, ઉત્તર પ્રદેશ, કેરળ, નવી દિલ્હી, ઝારખંડ, તમિલનાડુ, ઉત્તરાખંડ, હૈદરાબાદ, વિજયવાડા, મણિપુર, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 6 સપ્ટેમ્બર, 2025 (શનિવાર) - ઈન્દ્રજાત્રા - સિક્કિમ અને છત્તીસગઢમાં બેંકો બંધ રહેશે.
- 7 સપ્ટેમ્બર, 2025 (રવિવાર) - આખા દેશમાં બેંકો બંધ રહેશે.
- 12 સપ્ટેમ્બર, 2025 (શુક્રવાર) - ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછીનો શુક્રવાર - જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 13 સપ્ટેમ્બર, 2025 (બીજો શનિવાર) - બીજો શનિવાર હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે.
- 14 સપ્ટેમ્બર, 2025 (રવિવાર) - આખા દેશમાં બેંકો બંધ રહેશે.
- 21 સપ્ટેમ્બર, 2025 (રવિવાર) - આખા દેશમાં બેંકો બંધ રહેશે.
- 22 સપ્ટેમ્બર, 2025 (સોમવાર) - નવરાત્રી ઘટસ્થાપના - રાજસ્થાનમાં બેંકો બંધ રહેશે.
- 23 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર) - મહારાજા હરી સિંહની જન્મજયંતી - જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 27 સપ્ટેમ્બર, 2025 (ચોથો શનિવાર) - ચોથો શનિવાર હોવાથી આખા દેશમાં બેંકો બંધ રહેશે.
- 28 સપ્ટેમ્બર, 2025 (રવિવાર) - આખા દેશમાં બેંકો બંધ રહેશે.
- 29 સપ્ટેમ્બર, 2025 (સોમવાર)- મહા સપ્તમી/ દુર્ગા પૂજા - ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે.
- 30 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર) - મહા અષ્ટમી - ત્રિપુરા, ઓડિશા, આસામ, મણીપુર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
ડિજિટલ સેવાઓ કાર્યરત રહેશે
જોકે આ રજાઓ દરમિયાન બેંક શાખાઓ બંધ રહેશે, નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે કાર્યરત રહેશે. પરંતુ જો તમે ચેક ક્લિયરિંગ, ડ્રાફ્ટ ડિપોઝિટ અથવા શાખા મુલાકાત જેવા ઑફલાઇન કાર્ય કરવાનું આયોજન કરી રહ્યા છો, તો રજાઓ પહેલાં તેને પૂર્ણ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
