Bank Holidays: ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ, કરી લો કેશની વ્યવસ્થા
ઓક્ટોબરના બાકી બચેલા દિવસોમાંથી 9 દિવસ બેંકો બંધ રહેશે. અહીં જાણો કયા દિવસ.
દેશમાં દિવાળી, ભાઈબીજ, છઠ, સરદાર પટેલ જયંતિ જેવા ઘણા તહેવાર આવતા 14 દિવસમાં આવવાના હોવાથી બેંકોમાં લાંબી રજાઓ આવશે. ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસોમાંથી 9 દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી રજાઓ મુજબ ઓક્ટોબર મહિનામાં હવે માત્ર 5 દિવસ જ બેંકો ખુલ્લી રહેશે.

આ મહિને હવે માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહેશે બેંકો
તહેવારોની સિઝનમાં જો બેંકને લગતુ કોઈ કામ બાકી હોય અથવા તમારે કેશ ઉપાડવા અથવા જમા કરાવવાની હોય તો તમે બેંકની રજાઓની યાદી જોઈને જ ઘરની બહાર નીકળો. આ મહિનામાં હવે બેંકો માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહેશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ બેંક રજાઓની યાદી મુજબ હવે બેંકો 9 દિવસ બંધ રહેશે. જો કે, આ રજાઓ સમગ્ર દેશમાં એક સાથે નહીં થાય. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા હોલીડે કેલેન્ડર મુજબ રાજ્યો અને શહેરોમાં બેંકની રજાઓ અલગ અલગ હોય છે. તમારા શહેરમાં બેંકો કેટલી વખત બંધ રહેશે તે તે રાજ્યમાં ઉજવાતા તહેવાર પર આધારિત છે.

બેંકો બંધ હોય તો આ રીતે કરો કામ
જો બેંકો બંધ હોય તો તમે ડીજીટલ બેંકિંગની મદદ લઈને તમારુ કામ પતાવી શકો છો. તમે તમારુ બેંક સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. ટ્રાન્ઝેક્શન, બિલ પેમેન્ટ જેવી બાબતો ઓનલાઈન કરી શકાય છે. ચાલો જોઈએ કે બેંકો ક્યારે બંધ છે.

9 દિવસ બેંકોની રજા
- 18 ઓક્ટોબરે ગુવાહાટીમાં કટી બિહુના અવસર પર બેંક રજા હશે.
- 22 ઓક્ટોબરે મહિનાનો ચોથો શનિવાર છે. જેના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
- 23 ઓક્ટોબરે રવિવારની રજાના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
- 24 ઓક્ટોબરે કાળી ચૌદશ/દિવાળી/નરક ચતુર્દશીના અવસરે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 25 ઓક્ટોબરે, લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજાના અવસર પર ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ અને જયપુરમાં બેંક રજા રહેશે.
- 26 ઓક્ટોબરે અમદાવાદ, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, જમ્મુ, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગરમાં ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષના દિવસ/ભાઈ બીજના અવસરે બેંકો બંધ રહેશે.
- 27 ઓક્ટોબરે ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનઉમાં ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા/નિંગોલ ચક્કુબાના અવસરે બેંકો બંધ રહેશે.
- 30 ઓક્ટોબરે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
- 31 ઓક્ટોબરે અમદાવાદ, રાંચી, પટનામાં છઠ પૂજા નિમિત્તે બેંકમાં રજા રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
