બાબા રામદેવનો કપડાનો શોરૂમ લોન્ચ, પતંજલિ જીન્સ ખરીદી શકશો
પતંજલિ પ્રોડક્ટ હવે ફક્ત ખાવા પીવા અને વોશિંગ સુધી જ સીમિત નથી રહ્યા. પરંતુ હવે મોબાઈલથી લઈને કપડાં માર્કેટ સુધી પતંજલિ પગપેસારો કરી ચૂક્યું છે.
પતંજલિ પ્રોડક્ટ હવે ફક્ત ખાવા પીવા અને વોશિંગ સુધી જ સીમિત નથી રહ્યા. પરંતુ હવે મોબાઈલથી લઈને કપડાં માર્કેટ સુધી પતંજલિ પગપેસારો કરી ચૂક્યું છે. આજે સોમવારે બાબા રામદેવે ધનતેરસને દિવસે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે. આજે તેમને પતંજલિ પરિધાન નામથી એક ખાસ શોરૂમ નું ઉદ્ઘાટન કર્યું છે.

પતંજલિ પરિધાનનું પહેલું શોરૂમ દિલ્હીના પ્રીતમપુરામાં આવેલા નેતાજી સુભાષ પ્લેસના અગ્રવાલ સાઇબર પ્લાઝામાં ખોલવામાં આવ્યું છે. પતંજલિના આ શૉરૂમમાં તમને ડેનિમથી લઈને ઍથિનિક વેયર સુધી બધું જ મળશે.
આ પણ વાંચો: બાબા રામદેવ બોલ્યા, મારી જેમ કુંવારા લોકોને વિશેષ સમ્માન આપો
પતંજલિ પરિધાનમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે બધા જ કપડાં મળશે. તેમાં ડેનિમ વિયર, એથેનિક વિયર, કેજ્યુઅલ વિયર અને ફોર્મલ વિયર પણ શામિલ છે. પતંજલિ પરિધાન હેઠળ કપડાંની ત્રણ બ્રાન્ડ લીવફીટ, આસ્થા અને સંસ્કાર બ્રાન્ડ ઉતારવામાં આવી છે. બાબા રામદેવ અનુસાર આ વેન્ચર ઘ્વારા દેશમાં આર્થિક આઝાદી આવશે. બાબા રામદેવે કહ્યું કે કપડાં વ્યકતિના વ્યક્તિત્વની ઓળખ અને સમ્માન હોય છે.
આ પણ વાંચો: રૂપિયાની સાથે સાથે દેશની ઈજ્જત પણ ગગડી: બાબા રામદેવ
આપને જણાવી દઈએ કે પતંજલિ પરિધાન અંગે સૌથી વધારે ચર્ચા તેના જીન્સ અંગે છે. પતંજલિ પ્રમુખ આચાર્ય બાલાક્રિષ્ન ઘ્વારા એક વાર જણાવવામાં આવ્યું હતું કે જીન્સની લોકપ્રિયતા એટલી વધારે છે કે તેને ભારતીય સમાજથી અલગ નહીં કરી શકાય. હવે ક્યાંતો આપણે તેની બહિષ્કાર કરી શકીયે અથવા તો તેને આપણી સંસ્કૃતિ અનુસાર ઢાળી લઈએ. પતંજલિ ઘ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેમના જીન્સની સ્ટાઇલ, ડિઝાઇન અને ફેબ્રિકમાં ભારતીયતા હશે અને તે ઘણું આરામદાયક પણ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
