મંદી વચ્ચે 1.4 લાખ ભારતીયોને એમેઝોન, ફ્લિપકાર્ટે આપી નોકરી
ફેસ્ટિવ સિઝનમાં લોકોની ખરીદી વધવાની આશાએ ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટે પોતાના સેલ માટે લાખો લોકોને નોકરીએ રાખ્યા છે.
એમેઝોન અને ફ્લિપકાર્ટે પોતાના ફેસ્ટિવ સેલ પહેલા 1.4 લાખ લોકોને નોકરી આપી છે. જી હાં, ફેસ્ટિવ સિઝનમાં લોકોની ખરીદી વધવાની આશાએ ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટે પોતાના સેલ માટે લાખો લોકોને નોકરીએ રાખ્યા છે. એમેઝોનનું ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટનું બિગ બિલિયન ડેઝ સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈને 4 ઓક્ટોબર સુધી ચાલશે.

ફ્લિપકાર્ટે 50 હજારથી વધુ લોકોને આપી રોજગારી
ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટે મંગળવારે આપેલા નિવેદનમાં કહ્યું કે તેણે કસ્ટરમ કેર, લોજિસ્ટિક, સપ્લાય ચેનમાં 50 હજારથી વધુ લોકોને નોકરી આપી છે. તેના સેલ દરમિયાન વેપારીઓના નેટવર્ક દ્વારા ગત વર્ષ કરતા આ વર્ષે 30 ટકા વધુ અપ્રત્યક્ષ રોજગારી સર્જાશે. આ રીતે સેલ દરમિયાન તેની સાથે કામ કરનાર લોકોની સંખ્યા સાડા છ લાખ થવાની શક્યતા છે.
ફ્લિપકાર્ટનું કહેવું છે કે તેણે નોકરીએ રાખેલા લોકોને જુદા જુદા કામની ટ્રેનિંગ પણ આપી છે. જેમાં સપ્લાય ચેન મેનેજમેન્ટ, પોઈન્ટ ઓફ સેલ મશીનનું સંચાલન, સ્કેન અને મોબાઈલ એપ્લિકેશન સહિતના કામોની ટ્રેનિંગ સામેલ છે.

ફ્લિપકાર્ટ સેલની જાણી લો મહત્વની વાત
- પહેલા દિવસે ફ્લિપકાર્ટ વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
- ફ્લિપકાર્ટ ગ્રાન્ડ સ્ટીલ્સ ઓફરમાં કપડા, બેગ્સ અને શૂઝ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે.
- સમય સમય પર ક્રેઝી ડીલ્સ, ફ્લેશ સેલ અને બિયોન્ડ અમેઝિંગ ઓફર આવતા રહેશે. જેમાં મોંઘી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી શકાશે.
-29 અને 30 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યથી બપોરે 2 વાગ્યા સુધી Rush Hours સેલ રહેશે.

એમેઝોને 90 હજાર લોકોને આપી ટેમ્પરરી નોકરી
બીજી તરફ એમેઝોનની વાત કરીએ તો એમેઝોને પણ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે પોતાના ગોડાઉન, રિટેલ સેન્ટર અને ડિલિવરી સેન્ટર સહિત સહયોગી નેટવર્ક તેમજ કસ્ટમર કેસ માટે 90 હાજર લોકોને ટેમ્પરરી નોકરી આપી છે. તેમનું કામ લોકોનો સામાન પહોંચવાથી લઈ સારો અનુભવ મળે તે જોવાનું છે.
દેશના રિટેલ માર્કેટની જેમ ઓનલાઈન માર્કેટમાં પણ સપ્ટેમ્બરથી નવેમ્બરના ગાળામાં વેચાણમાં વધારો જોવા મળે છે. જેનું મુખ્ય કારણ નવરાત્રિ, દશેરા, દિવાળી જેવા મોટા તહેવારો છે. આ તહેવારો બાદ લગ્ન સિઝન શરૂ થાય છે, જેને કારણે પણ બજારમાં ખરીદી જોવા મળે છે.

એમેઝોને આ શહેરોમાં આપી નોકરી
એમેઝોને કહ્યું છે કે તેણે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર, અમદાવાદ, પૂણે સહિતના શહેરોમાં નોકરીઓ આપી છે. આ ઉપરાંત હજારો અપ્રત્યક્ષ નોકરીઓ પણ ઉભી કરી છે. જેમં ટ્રકથી સામાન પહોંચાડનાર, પેકિંગ કરનાર, સફાઈ એજન્સીઓ સહિતના સહયોગીઓને મળનારી રોજગારી પણ સામેલ છે. એમેઝોન ઈન્ડિયાના ઉપાધ્યક્ષ અખિલ સક્સેનાનું કહેવું છે કે,'આ વર્ષે અમે ગત વર્ષ કરાત ફેસ્ટિવ નોકરીઓની સંખ્યા લગભગ બમણી કરી છે. તેનાથી અમે દેશભરમાં લોકોને સારી સેવા આપી શકીશું.'

આ છે એમેઝોન સેલની મુખ્ય વાતો
- એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ 28 સપ્ટેમ્બરે રાત્રે 12 વાગ્યાથી શરૂ થસે
- એપ ડાઉનલોડ કરનાર લોકોને 5 લાખ સુધીનું ઈનામ જીતવાની તક મળશે.
- મોબાઈલ પર 50 ટકા ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન ફેશન સ્ટોર પર 90 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
- 88 અને 99 રૂપિયામાં ઘરનો સામાન મળશે.
-એમેઝોન વેબસાઈટનું કહેવું છે કે નવા ગેજેટ્સ અને ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પર બોનસ ઓફરની પણ યોજના છે.
આ પણ વાંચો: આ બેંકમાંથી 6 મહિનામાં માત્ર 1 હજાર રૂપિયા જ ઉપાડી શકશે ખાતાધારક, RBIનો આદેશ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
