એક ખોટા જવાબને કારણે Alphabet Incના 100 અરબ ડોલર ધોવાયા
Alphabet Inc : નિષ્ણાતો કહે છે કે, આલ્ફાબેટના રોકાણકારોને ચિંતા છે કે, ગૂગલનો ચેટબોટ માઇક્રોસોફ્ટના ચેટબોટ સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે? આના કારણે આલ્ફાબેટના સ્ટોકમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Alphabet Inc : હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ઘણા દિવસોમાં થયેલા ઘટાડાને કારણે 100 અરબ ડોલરથી વધુની સંપતિનું ધોવાણ થયું હતું. આ વચ્ચે AI ચેટબોટે બોર્ડની જાહેરાતમાં એક ખોટો જવાબ દેવાના કારણે ગૂગલના 100 અરબ ડોલરથી વધુનું ધોવાણ થયું છે.

આલ્ફાબેટના સ્ટોકમાં 9 ટકાનો ઘટાડો
ગૂગલના નવા ચેટબોટે પ્રમોશનલ વીડિયોમાં ખોટો જવાબ આપ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આલ્ફાબેટના રોકાણકારોને એ વાતની ચિંતા છેકે ગૂગલનો ચેટબોટ માઈક્રોસોફ્ટના ચેટબોટને કેવી રીતે ટક્કર આપી શકે? આના કારણે આલ્ફાબેટના સ્ટોકમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઘણી પ્રોડક્ટ અપડેટ્સ જણાવ્યા
આ ખામી સૌપ્રથમ રોઇટર્સ દ્વારા ગૂગલની જાહેરાતમાં દર્શાવવામાં આવી હતી. ખરેખર ગૂગલે એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આદરમિયાન ગૂગલે બોર્ડ નામના નવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટનો પ્રચાર કર્યો હતો.
આ દરમિયાન ગૂગલ મેપ્સ અને ગૂગલ લેન્સ સહિત ગૂગલના ઘણા ઉત્પાદનોમાં અપડેટ્સ બતાવવામાં આવ્યા હતા. આના એક દિવસપહેલા માઇક્રોસોફ્ટે તેના સર્ચ એન્જિન બિંગમાં નવી AI ટેક્નોલોજીને પ્રદર્શિત કરવા માટે તેની પોતાની ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

આવો આપ્યો જવાબ
આ જાહેરાતમાં એક વ્યક્તિએ બાર્ડને પૂછ્યું હતું, 'જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે શું શોધ્યું હતું, જે હું મારા 9 વર્ષના બાળકને કહી શકું.' બોર્ડે તરત જ આના બે જવાબો આપ્યા હતા, પરંતુ તેમનો બીજો જવાબ ખોટો સાબિત થયો હતો.
બાર્ડે લખ્યું છે કે, ટેલિસ્કોપે સૌરમંડળની બહારના ગ્રહનો પ્રથમ ફોટો લીધો હતો. જ્યારે આનો સાચો જવાબ યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીનાવેરી લાર્જ ટેલિસ્કોપ દ્વારા 2004માં આપવામાં આવ્યો હતો. યુએસ સ્પેસ એજન્સી નાસાએ આ વાતની પુષ્ટિ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
