Akasa Air : જાણો અકાસા એરના ભાડાનું લીસ્ટ, અન્ય રૂટની કરી જાહેરાત
રાકેશ ઝુનઝુનવાલાની નવી એરલાઇન Akasa Air ટૂંક સમયમાં આકાશમાં ઉડવા જઈ રહી છે. કંપની દ્વારા અન્ય રૂટ અંગે માહિતી આપવામાં આવી હતી. એરલાઈને જણાવ્યું હતું કે, 19 ઓગસ્ટથી બેંગ્લોરથી મુંબઈની નવી ફ્લાઈટ શરૂ થશે.
Akasa Air : રાકેશ ઝુનઝુનવાલાની નવી એરલાઇન Akasa Air ટૂંક સમયમાં આકાશમાં ઉડવા જઈ રહી છે. કંપની દ્વારા અન્ય રૂટ અંગે માહિતી આપવામાં આવી હતી. એરલાઈને જણાવ્યું હતું કે, 19 ઓગસ્ટથી બેંગ્લોરથી મુંબઈની નવી ફ્લાઈટ શરૂ થશે. 7 ઓગસ્ટથી શરૂ થનારી નવી એરલાઇનનું ભાડું પણ બહાર પાડવામાં આવ્યું છે. 7 ઓગસ્ટે અકાસાની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ રૂટ પર ઉપડશે. આ પછી 13 ઓગસ્ટથી બેંગ્લોરથી કોચીની ફ્લાઈટ શરૂ થશે.

મુસાફરોને સીટ પર યુએસબી પોર્ટ મળશે
એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અકાસા એર અન્ય એરલાઈન્સથી ઘણી બાબતોમાં ખાસ હશે. તેની ફ્લાઈટમાંયાત્રીઓને આવી અનેક સુવિધાઓ આપવામાં આવશે, જે પહેલીવાર મુસાફરોને મળશે. પ્લેન સીટો વધુ આરામદાયક છે. તેમજ તમામમુસાફરોને સીટ પર યુએસબી પોર્ટની સુવિધા પણ મળશે.

બેંગ્લોરથી મુંબઈ રૂટ પર દર અઠવાડિયે 28 ફ્લાઈટ્સ
કંપની દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, દર અઠવાડિયે મુંબઈથી અમદાવાદ રૂટ પર 26 ફ્લાઈટ્સ, બેંગ્લોરથી કોચી રૂટ પરઅને બેંગ્લોરથી મુંબઈ રૂટ પર અઠવાડિયામાં 28 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે.
નવા રૂટની જાહેરાત સાથે, એરલાઈને આ 3 રૂટનોપ્રારંભિક તબક્કો પૂર્ણ કર્યો છે. અમદાવાદ, મુંબઈ, કોચી અને બેંગ્લોરને જોડતી 82 ફ્લાઈટ દર અઠવાડિયે ઓપરેટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટના રોજ કંપનીની ફ્લાઈટ બે એરક્રાફ્ટ સાથે શરૂ કરવામાં આવશે. આ પછી, ચોક્કસ સમય પછી દર મહિને બેનવા વિમાન કાફલામાં શામેલ કરવામાં આવશે. 2023ના અંત સુધીમાં કુલ 18 એરક્રાફ્ટ હશે.

ભાડું કેટલું હશે
- મુંબઈ થી બેંગ્લોર - રૂપિયા 4938 (1 કલાક 35 મિનિટ)
- બેંગ્લોર થી મુંબઈ - 5209 રૂપિયા (1 કલાક 35 મિનિટ)
- મુંબઈ થી અમદાવાદ - 3948 રૂપિયા (80 મિનિટ)
- અમદાવાદ થી મુંબઈ - 3906 રૂપિયા (80 મિનિટ)
- બેંગ્લોર થી કોચી - 3483 રૂ (75 મિનિટ)
- કોચી થી બેંગ્લોર - 3282 રૂપિયા (75 મિનિટ)
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
