એરટેલ લાવ્યુ 120 જીબી ફ્રી ડેટા ઑફર, જાણો કેવી રીતે મળશે
દેશની નંબર- 1 ટેલિકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઑફર લઇને આવ્યુ છે. આ ઑફર અંતર્ગત એપલનો આઇફોન 7 કે આઇફોન 7 પ્લસ ખરીદવા પર તમને 120 જીબી 4જી/3જી ડેટા ફ્રી મળશે.
આ ઑફર અંતર્ગત ગ્રાહકોને દર મહિને 10 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે. આ ઑફરનો લાભ તમે ત્યારે જ ઉઠાવી શકશો જ્યારે તમારી પાસે એરટેલનો એરટેલ ઇનફિનિટિ પોસ્ટપેડ પ્લાન હશે. એટલે આ પ્લાન માત્ર પોસ્ટપેડ ગ્રાહકો માટે જ છે અને તે પણ એક એક ખાસ પ્લાન લેવા પર.

જિયો પહેલા જ આપી ચૂક્યુ છે આ ઑફર
જિયો પહેલા જ આ ઑફર આપી ચૂક્યુ છે. કોઇ પણ આઇફોનની ખરીદી પર તમને જિયોનો રુ. 1499 પ્રતિ મહિનાનો પ્લાન 1 વર્ષ માટે ફ્રી મળશે, જે 1 જાન્યુઆરી 2017 થી લાગૂ થશે.
આઇફોન 7 અને આઇફોન 7 પ્લસને કોઇ દુકાન પરથી પણ ખરીદી શકાય છે અને એરટેલની અધિકૃત વેબસાઇટ પરથી પણ. ત્યારબાદ ગ્રાહક પોતાના પ્લાન અંતર્ગત મળનારી સુવિધાઓ ઉપરાંત 10 જીબી ડેટાનો અલગથી લાભ ઉઠાવી શકશે.
શું છે એરટેલ ઇનફિનિટિ પ્લાન
એરટેલના ઇનફિનિટિ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કૉલ્સ આપવામાં આવે છે. આ પ્લાન પોસ્ટપેડ ગ્રાહકો માટે 649 રુપિયાથી લઇને 2999 રુપિયા સુધીનો છે, જ્યારે પ્રીપેડ ગ્રાહકો માટે આ પ્લાન 1098 રુપિયાથી લઇને 3249 સુધીનો છે. તમને જણાવી દઇએ કે જો તમે આઇફોન 7 અને આઇફોન 7 પ્લસના 10 જીબી ડેટાના ઑફરનો લાભ લેવા માંગો છો તો તમારે એરટેલના પોસ્ટપેડ ઇનફિનિટિ પ્લાનમાંથી જ કોઇ એક પસંદ કરવો પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
