એરટેલ યુઝર્સને મળશે 2GB મફત ઇન્ટરનેટ ડેટા, જાણો કેવી રીતે?
શું તમે એરટેલ યુઝર્સ છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતી એરટેલ તેના યુઝર્સને 2GB મફત ડેટા આપવા જઈ રહી છે અને તેના માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
શું તમે એરટેલ યુઝર્સ છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતી એરટેલ તેના યુઝર્સને 2GB મફત ડેટા આપવા જઈ રહી છે અને તેના માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, એરટેલ જેણે અન્ય કંપનીઓ સાથે ભાગીદારી કરી છે, ખાસ કરીને સ્નેક્સ અને બેવેરેજ ક્ષેત્રમાં અને અન્ય યુઝર્સ જે અન્ય કંપનીના ઉત્પાદનો ખરીદે છે, તેને આ ડેટા મળશે.

હવે એરટેલ ટૂંક સમયમાં યુઝર્સને કોઈપણ વધારાના શુલ્ક વગર 2GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા આપશે. જો કે, આ બોનસ ડેટા ઓફર મેળવવા માટે યુઝર્સે પણ લાયક હોવું જરૂરી છે અને તે માટે યુઝર્સે એરટેલ સાથે એરટેલે ભાગીદારી કરી છે, તેવા પસંદ કરેલા પ્રોડક્ટ ખરીદવા પડશે. જે બાદ કોડ દ્વારા 2 જીબી ઇન્ટરનેટ ડેટા પ્રાપ્ત થશે.
એરટેલ આ યુઝર્સને 2GBનો ફ્રી કોમ્પ્લીમેન્ટરી ડેટા આપી રહી છે
ભારતી એરટેલ પેપ્સીકો ઇન્ડિયા સાથે તેના કો બ્રાન્ડિંગ પ્રોગ્રામને ફરી શરૂ કરવા જઈ રહી છે. પેપ્સીકો કંપની ભારતમાં સૌથી વધુ માંગવામાં આવતા સ્નેક્સ સાથે છે તેમાં લેઇસ, અંકલ ચિપ્સ, ડોરિટોસ, કુર્કુરે, પેપ્સી, માઉન્ટેન ડ્યૂ, 7અપ, ટ્રોપીકાના અને અન્ય ઘણી વસ્તુઓ શામેલ છે. આ તમામ નાસ્તા અને પીણાં ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમની માંગ પણ ઘણી વધારે છે.
એરટેલ અને પેપ્સિકો ઇન્ડિયાની આ ડીલ ક્યારે થશે?
આ કંપનીઓ વચ્ચે કો બ્રાન્ડિંગ ડીલ આ સપ્તાહે ફરી શરૂ થવા જઈ રહી છે અને આ ડીલ 31 માર્ચ, 2022 સુધી ચાલવાની છે. આમ આ ડીલ હેઠળ એરટેલ પ્રીપેડ યુઝર્સને પેપ્સિકો પ્રોડક્ટ્સ ખરીદવા પર 2GB સુધીનો મફત ડેટા મળશે. જો કે, આ માટે લોકોએ પેપ્સીકોની પ્રોડક્ટ ખરીદવી પડશે. આમ જો તમે પણ ભારતી એરટેલના પ્રીપેડ યુઝર્સ છો, તો હવે તમને પણ 2GB મફત ઇન્ટરનેટ ડેટા મેળવવાની તક મળશે. આ સાથે એરટેલે ભૂતકાળમાં કેટલાક નવા પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કર્યા છે, જેમાં ડિઝની + હોટસ્ટારનો લાભ મફતમાં આપવામાં આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
