Jioને ટક્કર: એરટેલનો નવો પ્લાન, કિંમત 399 રૂપિયા
જીયોને ટક્કર આપવા માટે એરટેલ નવો પ્લાન નીકાળ્યો છે. જેમાં વોઇઝ કોલ સાથે ઇન્ટરનેટ ડેટા પર તમને મળશે મોટી છૂટ. તો જાણો આ પ્લાન વિષે અહીં.
ભારતીય એરટેલે તેના ગ્રાહકો માટે એક નવી ઓફર શરૂ કરી છે. જેથી કરીને તે તેના હરીફ જીયોને તે પાછળ પાડી શકે અને તેના ગ્રાહકોને તે વધુ સારી સુવિધા આપી શકે. એરટેલના પ્લાન હેઠળ કંપની 84 દિવસ સુધી રોજ 11 જીબી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે. જો કે આ ઓફર ખાલી તે જ ગ્રાહકો માટે છે જેમની પાસે 4જી સિમ અને 4જી મોબાઇલ ફોન છે. એરટેલના આ પ્લાનની કિંમત ખાલી 399 રૂપિયા છે. અને આમ જોવા જઇએ તો રોજના તમને ખાલી 4.75 રૂપિયા એટલે કે 5 રૂપિયાથી પણ ઓછાની ચૂકવણી પર ઇન્ટરનેટ ડેટા મળી રહ્યો છે. સાથે જ કંપની તમને અનલિમિટેડ વોઇસ કોલ પણ આપી રહી છે. વધુમાં જો કોઇ દિવસ તમે 1 જીબી ડેટાની લિમિટથી આગળ પણ નીકળી જાવ છો તો પણ તમે 128 કેબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટ વાપરી શકો છો.

ઉલ્લેખનીય છે કે પહેલા પણ એરટેલ આવી ખાસ ઓફર લાવ્યું હતું. જેમાં ખાલી 244 રૂપિયામાં 70 દિવસ માટે રોજના 1 જીબી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવતી હતી. સાથે જ તે પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ વોઇઝ કોલ આપવામાં આવતો હતો. આમ વોડાફોન હોય કે એરટેલ તમામ કંપનીઓ હાલ પોતાના ગ્રાહકોને સારામાં સારી ઓફર આપી લુભાવાના તમામ પ્રયાસો કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
