RBI ની એક્શન બાદ Paytm એક્શનમાં, એડવાયઝરી કમિટીનું ગઠન કર્યુ
આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર રોક લગાવ્યા બાદ હવે પેટીએમ એક્શનમાં આવી છે. પેટીએમે એડવાઝરીની કમિટીની રચના કરી છે.
અહેવાલો અનુસાર, વન 97 કોમ્યુનિકેશન્સના બોર્ડે સેબીના પૂર્વ અધ્યક્ષ એમ. દામોદરનના નેતૃત્વમાં એક હાઈ પ્રોફાઇલ જૂથ સલાહકાર સમિતિની રચના કરી છે.

આ પેનલમાં બેંકિંગ ઉદ્યોગના ભૂતપૂર્વ નિયમનકારો અને દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ સમિતિ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને પાલન અને નિયમન અંગે સલાહ આપશે. આ સલાહકાર સમિતિ બોર્ડ સાથે મળીને કામ કરશે.
OCLએ જણાવ્યું કે, સમિતિમાં અનુભવી વ્યાવસાયિકો જેમ કે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ MM ચિતાલે અને RBI દ્વારા નામાંકિત બૅન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ બોર્ડ ઑફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય એમએમ ચિતાલેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પેનલમાં આંધ્ર બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર. રામચંદ્રન જેવા બેન્કિંગ નિષ્ણાતોનો પણ સમાવેશ કરાયો છે.
અન્ય સભ્યોમાં મુકુંદ મનોહર ચિતાલે પણ નાણાકીય ક્ષેત્રે આદરણીય નામ છે. ચિતાલે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ છે અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પર રાષ્ટ્રીય સલાહકાર સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.
રામચંદ્રન રાજારામન આંધ્ર બેન્કના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, સિન્ડિકેટ બેન્કના ભૂતપૂર્વ સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં સલાહકાર બોર્ડના સભ્ય છે.
OCL એ તેના એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીનું મેનેજમેન્ટ નિયમનકારો અને અનુપાલનને વળગી રહીને ટકાઉ બિઝનેસ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. RBIની કાર્યવાહી બાદ Paytmના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે પેટીએમનો શેર 6.16 ટકાના ઘટાડા સાથે 419.15 પર બંધ થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
