500 મિલિયન ડૉલરનુ દેવુ અદાણી ગ્રુપ સમય પહેલા કરશે ખતમ
અદાણી ગ્રુપે પોતાનુ 500 મિલિયન ડૉલરનુ દેવુ સમય પહેલા આવતા મહિને ચૂકવવાનો નિર્ણય લીધો છે.
હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા ગૌતમ અદાણીની કંપની સતત પોતાનુ દેવુ ઘટાડવાનુ કામ કરી રહી છે. અદાણી ગ્રુપે 500 મિલિયન ડૉલરનુ દેવુ આવતા મહિને ચૂકવવાનો નિર્ણય લીધો છે. બાર્કલે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ડચ બેંકના લગભગ 4.5 બિલિયન ડૉલરનુ દેવુ કે જે 9 માર્ચે ચૂકવવાનુ છે, તેને અદાણી ગ્રુપ આવતા મહિને જ ખતમ કરી દેશે. આ બેંકોમાંથી અદાણી ગ્રુપે હોલ્સિ લિમિટેડ સિમેન્ટ ખરીદવા માટે લોન લીધી હતી.

અદાણીના પ્રવક્તાએ કહ્યુ કે અમે બેંક સાથે ચર્ચા કરી રહ્યા છીએ, તેમની લોનના એક ભાગને સમય પહેલા સમાપ્ત કરવા પર વિચારણા કરી રહ્યા છીએ. જો કે, આ અંગે બેંકો સાથે હજુ સુધી ચર્ચા શરૂ થઈ નથી. નોંધનીય છે કે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપની 10 કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા છે, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણીના શેરમાં 117 બિલિયન ડૉલરનુ નુકસાન થયુ છે. લોકો દ્વારા ભારે વેચાણને કારણે શેરના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો.
હિંડનબર્ગના સંશોધનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અદાણીએ નકલી કંપનીઓ દ્વારા મની લૉન્ડ્રીંગ કરીને લોકોના નાણાંની ચોરી કરી છે. જો કે અદાણી ગ્રુપ દ્વારા આ અહેવાલને નકલી અને ખોટો ગણાવ્યો છે. કંપની દ્વારા કાનૂની કાર્યવાહીને પડકારવામાં આવી છે. ગૌતમ અદાણીએ ગયા અઠવાડિયે એક વીડિયો સ્પીચમાં કહ્યુ હતુ કે ગ્રુપની બેલેન્સ શીટ ઘણી મજબૂત છે. મંગળવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. કંપનીનુ એક અબજ ડોલરનુ દેવુ સમય પહેલા ચૂકવી દેવામાં આવ્યુ હતુ. જેના કારણે શેરના ભાવમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
