Adani Share rises : અદાણી ગૃપે સમય પહેલા ચુકવી 9250 કરોડની લોન, કંપનીના શેર બન્યા રોકેટ
Adani Share rises : અદાણી ગૃપે શેરના ભાવમાં સતત ઘટાડા બાદ રૂપિયા 9250 કરોડના દેવાની સમય પહેલા ચૂકવણી કરી હતી. જે બાદ શેરના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.
Adani Share rises : હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગૃપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણીના શેરની કિંમતમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે વચ્ચે અદાણી ગૃપ દ્વારા એક બિલિયન ડોલર એટલે કે 9250 કરોડની લોનના પૈસા સમય પહેલા ચૂકવી દીધા હતા. જે બાદ રોકાણકારોને અદાણી ગૃપના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

લોન ચુકવવાની સીધી અસર અદાણી ગ્રુપના શેર પર જોવા મળી હતી. સતત 8 ટ્રેડિંગ દિવસો સુધી શેરના ભાવમાં ઘટાડો થયા બાદ આજે તેમાં વધારો જોવા મળ્યો છે. NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 14 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
આવા સમયે, BSE પર અદાણી એન્ટરપ્રાઇઝના શેર 15 ટકાને વટાવી ગયા છે. BSE પર બપોરે 12 કલાકે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂપિયા 1821 પર ટ્રેડ થઈ રહ્યો છે. આવા સમયે, NSE પર શેરની કિંમત 1809 રૂપિયાને પાર કરી ગઈ છે.
જો અદાણી ગૃપ સાથે જોડાયેલી તમામ કંપનીઓની વાત કરીએ, તો આજે લગભગ તમામ કંપનીઓના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ 9 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, એનડીટીવી શેર 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 4 ટકાના દરે ટ્રેડ કરી રહી છે.
વેલ્યુએશન ગુરુ અશ્વથ દામોદરને તાજેતરમાં જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઈઝના શેરો ભારે ઘટાડા બાદ પણ ખરીદવા માટે સસ્તા નથી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, કંપનીના શેરની સાચી કિંમત 945 રૂપિયા હોવી જોઈએ.
જો હિંડનબર્ગના અહેવાલની અવગણના કરવામાં આવે અને તેના આરોપો સ્વીકારવામાં ન આવે તો પણ કંપનીના શેરની કિંમત રૂપિયા 945 હોવી જોઈએ. રૂપિયા 1531 પર પણ સ્ટોકની કિંમત વધારે છે. એવું લાગી રહ્યું છે કે, કંપની વધુ મૂલ્ય મેળવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
