જાણો : કેવી ફિક્સ્ડ ડિપોઝિટ પર કેટલો TDS લાગશે?
ભારતમાં વિવિધ રોકાણના સાધનો પર ટેક્સ ડિડક્ટેડ ફ્રોમ સોર્સ (TDS - ટીડીએસ) અલગ અલગ હોય છે. ટીડીએસ બીજું કશું નહીં પણ સીધા તમારા આવકના સ્રોતમાંથી કપાતો ટેક્સ છે.જો આપની વ્યાજની આવક નિર્ધારિત મર્યાદા કરતા વધે તો આપને ટેક્સ ભરવો પડે છે. આ માટે એ જાણવું હિતાવહ રહેશે કે ટીડીએસ ક્યારે, કેટલો લાગે છે.

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ
બેંક ડિપોઝિટના કિસ્સામાં વ્યાજની આવક રૂપિયા 10,000થી વધી જાય તો તેના પર 10 ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત તેના પર 3 ટકાની એજ્યુકેશન સેસ પણ લાગે છે. આ કારણે ઉદાહરણ તરીકે આપે રૂપિયા 1.20 લાખની બેંક એફડી મુકી છે તો 10 ટકાના વ્યાજ તરીકે આપને વાર્ષિક રૂપિયા 12,000 વ્યાજ મળે છે. આ વ્યાજ પર 10.3 ટકા ટેક્સ લાગે છે એટલે કે 1260 રૂપિયા કર લાગતા આપના હાથમાં માત્ર રૂપિયા 10,740 રૂપિયા આવક આવે છે. જો આપની આવક કરપાત્ર ના થાય તો આપે બેંકમાં ફોર્મ 15H/15G જમા કરાવવું પડે છે.

કંપની ફિક્સ્ડ ડિપોઝિટ
કંપની ડિપોઝિટ પર વાર્ષિક રૂપિયા 5,000થી વધારે વ્યાજની આવક હોય તો ટેક્સ લાગે છે. જો આપની આવક કરપાત્ર ના થાય તો આપે બેંકમાં ફોર્મ 15H/15G જમા કરાવવું પડે છે.

એનસીડી પર ટીડીએસ
નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અથવા એનસીડીમાં કંપની અને બેંક ડિપોઝિટ કરતા ઊંચો વ્યાજદર મળે છે. તેના વ્યાજ પર મળતી આવક કરપાત્ર છે અને ટીડીએસ કપાય છે.

કોર્પોરેટ્સ
વ્યક્તિઓ બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં પણ ટીડીએસ લાગુ પડે છે. કોર્પોરેટને એજ્યુકેશન સેસ સાથે 20.3 ટકા ટેક્સ લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
