7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ફરીથી વધશે, DAમાં 1 જુલાઈથી 3-4%ના વધારાની સંભાવના
7th Pay Commission: મીડિયા રિપોર્ટસ મુજબ 1 જુલાઈ, 2023થી શરુ થતા સમયગાળા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા કે ડીએમાં 3-4 ટકાના વધારાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે ડીએમાં છેલ્લુ રિવિઝલ ગયા મહિને 4 ટકા થયુ હતુ, જે 1 જાન્યુઆરી, 2023થી અમલી બન્યુ હતુ. આ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓનુ ડીએ વધીને 42 ટકા થયુ હતુ.

આ અગાઉ, સપ્ટેમ્બર, 2022માં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે જુલાઈ, 2022થી અમલી બન્યો હતો. હવે, 7મા પગાર પંચ માટે, DAમાં વધુ 3-4 ટકાનો વધારો થવાની સંભાવના છે, જે જુલાઈથી લાગુ થશે, અહેવાલો મુજબ. હાલમાં, લેટેસ્ટ ડેટા મુજબ, કેન્દ્ર સરકારના 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરો છે.
નોંધનીય છે કે DA અને DRમાં વર્ષમાં બે વાર - જાન્યુઆરી અને જુલાઈમાં સુધારો કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત પેન્શનરો માટે છે. કર્મચારીઓના મૂળભૂત પગારના આધારે કર્મચારીઓને ડીએ આપવામાં આવે છે, જ્યારે ડીઆર મૂળભૂત પેન્શનના આધારે આપવામાં આવે છે.
કર્મચારીઓ અને પેન્શનરોને વધતી કિંમતોની ભરપાઈ કરવા માટે ડીએ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડ સરકારે ગુરુવારે તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ 34 ટકાથી વધારીને 42 ટકા કર્યુ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં ડીએ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
