7th Pay Commission : સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, રાજ્ય સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
7th Pay Commission : કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપતા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની જાહેરાત કરી હતી. જે બાદ ઘણી રાજ્ય સરકારો દ્વારા પણ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આવામાં સાતમા પગારપંચ અંતર્ગત સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળશે.
તાજેતરમાં હિમાચલ પ્રદેશની સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જે બાદ હવે હરિયાણા સરકારે પણ ડીએ વધારીને રાજ્યના સરકારી કર્મચારીઓને મોટા સમાચાર આપ્યા છે.

7મા પગાર પંચ હેઠળ ડીએમાં 4 ટકાનો વધારો - હરિયાણા સરકારે સાતમા પગાર પંચ હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની જાહેરાત કરી છે. આ અંગે હરિયાણા સરકારના નાણા વિભાગ દ્વારા 21મી એપ્રિલના રોજ એટલે કે ગુરુવારે જ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
કેટલો પગાર મળશે - આ આદેશ અનુસાર, બેઇઝિક પગાર પર DA હાલના 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યો છે. આ 1 જાન્યુઆરી, 2023થી લાગુ થશે. આવા સમયે, હરિયાણા સરકારના આ આદેશ અનુસાર, રાજ્યના સરકારી કર્મચારીઓના વધેલા ડીએ એપ્રિલના પગારની સાથે આપવામાં આવશે અને જાન્યુઆરીથી માર્ચ, 2023 સુધીનું એરિયર્સ મે મહિનામાં આપવામાં આવશે.
સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી રાહત (DR)માં પણ 4 ટકાનો વધારો - આ સિવાય અન્ય એક આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, હરિયાણા સરકારે પણ મોંઘવારી રાહત (DR)માં ચાર ટકાનો વધારો કર્યો છે, જે સાતમા પગારપંચ મુજબ છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, DR ને પણ હાલના બેઝિક પેન્શન/ફેમિલી પેન્શનના 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યો છે. આ પણ 1 જાન્યુઆરી, 2023 થી લાગુ થશે.
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 38 ટકા થી વધારીને 42 ટકા કર્યું - નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા DAમાં 4 ટકાનો વધારો કર્યા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓનો DA 38 ટકા થી વધીને 42 ટકા થઈ ગયો છે. જેનો લાભ 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનધારકોને મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
