7th Pay Commission : સરકારી કર્મચારીને મળી ખુશખબર, રાજ્ય સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થું
7th Pay Commission : કર્ણાટકમાં થોડા સમય પહેલા ચૂંટણી જીતી કોંગ્રેસે સરકાર બનાવી છે. જે બાદ કોંગ્રેસે કરેલા પાંચ ચૂંટણી વચનો પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે.
હાલ કર્ણાટક સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મંગળવારના રોજ જાહેરાત કરી છે કે, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

ડીએ 31 ટકાથી વધીને 35 ટકા - કર્ણાટક રાજ્ય સરકારે આ અંગે આદેશ જાહેર કર્યો છે અને તેને 1 જાન્યુઆરી, 2023થી લાગુ ગણવામાં આવશે.
આદેશ જણાવે છે કે, સરકાર 1 જાન્યુઆરી, 2023 થી અમલમાં આવતા 2018 ના સુધારેલા પગાર ધોરણમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરોને હાલના 31 ટકાથી વધારીને 35 ટકા કરવા માટે ખુશ છે.
મોંઘવારી ભથ્થાની બાકી રકમ ક્યારે ચૂકવવામાં આવશે - સરકારી આદેશ જણાવે છે કે, કર્ણાટક સરકારે સહાયિત શૈક્ષણિક સંસ્થાઓના રાજ્ય સરકારના પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના દર વર્તમાન 31 ટકાથી વધારીને મૂળભૂત પેન્શન/ફેમિલી પેન્શનના 35 ટકા કર્યા છે.
1 જાન્યુઆરી, 2023થી આ વધારો લાગૂ થશે. આ આદેશ મુજબ, બાકી મોંઘવારી ભથ્થું મે 2023 મહિનાના પગારની ચુકવણીની તારીખ પહેલાં ચૂકવવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
