Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે વધારો

7th Pay Commission in Gujarati: યુનિફાઇડ પેન્શન સ્કીમ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ મહિને વધુ એક સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ મહિને કર્મચારીઓને ડીએ વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

પહેલા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સરકાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરશે, પરંતુ હવે પ્રથમ સપ્તાહ લગભગ સમાપ્ત થઈ રહ્યું છે અને એવું લાગે છે કે આ શક્ય નથી, પરંતુ હવે એવા સમાચાર છે કે DAમાં વધારા અંગેનો નિર્ણય સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં આવી શકે છે.

મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાતની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઉત્સાહિત અને આશાવાદી છે કે તેઓને સરકાર તરફથી એક અદ્ભુત ભેટ મળી શકે છે.

DA વધારવાની જાહેરાત ક્યારે શક્ય? - સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખની નજીક ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે.

હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના વલણો પર નજર કરીએ તો, દર વર્ષે દિવાળીના એક અઠવાડિયા અથવા પખવાડિયા પહેલા ડીએમાં વધારો જાહેર કરવામાં આવતો હતો, પરંતુ આ વખતે તેની જાહેરાત થોડી વહેલી થઈ શકે છે.

7th Pay Commission in Gujarati

આ વખતે ડીએ કેટલા ટકા વધશે? - કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. આના કારણે કરોડોથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 4 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે સરકાર ડીએમાં 3 ટકાનો વધારો કરશે, પરંતુ તે 4 ટકા પણ થઈ શકે છે.

આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોએ થોડી વધુ રાહ જોવી પડશે. જો રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબરની શરૂઆતમાં યોજાઈ ન હોત તો ડીએમાં વધારો ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સંભવતઃ જાહેર થઈ શક્યો હોત.

માર્ચ 2024માં DA અને DRમાં 4 ટકાનો વધારો થયો હતો - કેન્દ્ર સરકારે છેલ્લે માર્ચ 2024માં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારો કર્યો હતો. DAમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જે તેને બેઈઝિક પગારના 50 ટકા બનાવે છે. પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X