7th Pay Commission : મોંઘવારી ભથ્થામાં થઇ શકે 4 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
7th Pay Commission : આજે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી આપવામાં આવશે. બુધવારના રોજ કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવશે. ગત વખતની જેમ આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે.
7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ લાંબા સમયથી જોઇ રહ્યા છે. પહેલા આ નિર્ણય હોળી પહેલા લેવામાં આવે તેવી આશા હતી. કેન્દ્ર સરકારે આ અંગે કોઇ જાહેરાત કરી નથી. આજે મળનારી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાના વધારાને મંજૂરી આવામાં આવે તેવી શક્યતા છે. કેબિનેટની બેઠક બુધવારના રોજ થઇ રહી છે. આ વચ્ચે શક્યતા સેવાઇ રહી છે કે, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

38 ટકાના દરે મળે છે મોંઘવારી ભથ્થું
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ચાર ટકાના વધારા બાદ તે વધીને 42 ટકા થશે. તેનો અમલ 1 જાન્યુઆરીથી કરવામાં આવશે. એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું એરિયર્સ સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવશે.
બુધવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ચાલી રહી છે. આમાં મોંઘવારી ભથ્થા પર મંજૂરી સૌથી મોટો મુદ્દો છે. બેઠક સાથે જોડાયેલા સૂત્રોનો દાવો છે કે, કેબિનેટે આ અંગે મન બનાવી લીધું છે.

મોંઘવારી ભથ્થું 42 ટકાના દરે મળશે
માર્ચના પગારમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું છે. આ સાથે પગાર મેળવનારા અને પેન્શનધારકોને બે મહિનાનું એરિયર્સ પણ આપવામાં આવશે.
જો તમે ફુગાવાના ચાર્ટ પર નજર નાખો, તો જુલાઈ 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં AICPI ઈન્ડેક્સમાં 2.6 પોઈન્ટનો વધારો થયો છે. આમાં કુલ મોંઘવારી ભથ્થામાં 4.40 ટકાનો વધારો થયો છે.

18,000 રૂપિયાના પગારની ગણતરી
ડિસેમ્બર 2022 ના AICPI ઇન્ડેક્સના ડેટાના આધારે, 4 ટકા મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ તેની અસર ત્યારે જ ફાયદો થશે, જ્યારે મંજૂરી મળી જશે. 4 ટકાના ઉછાળા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે. આ વધારો મહત્તમ પગાર કેટેગરી માટે દર મહિને 2276 રૂપિયા હશે.

લેવલ-3ની લઘુત્તમ બેઇઝિક પગારની કેટેગરી રૂપિયા 18,000ની ગણતરી
1. કર્મચારીનો બેઇઝિક પગાર રૂપિયા - 18,000
2. નવું મોંઘવારી ભથ્થું (42 ટકા) રૂપિયા 7560/માસ
3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (38 ટકા) રૂપિયા 6840/માસ
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 7560 - 6840 = રૂપિયા 720/માસ
5. વાર્ષિક પગારમાં વધારો 720 X 12 = રૂપિયા 8640

42 ટકા મોંઘવારી ભથ્થા સાથે, લેવલ-3નો મહત્તમ બેઇઝિક પગાર રૂપિયા 56,900 ગણવામાં આવે છે
1. કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 56900
2. નવું મોંઘવારી ભથ્થું (42 ટકા) રૂપિયા 23898/માસ
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (38 ટકા) રૂપિયા 21622/માસ
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 23898 - 21622 = રૂપિયા 2276/માસ
5. વાર્ષિક પગારમાં વધારો 2276 X 12 = રૂપિયા 27312
Notice : મોંઘવારી ભથ્થાના આ આંકડા 7મા પગારપંચના આધારે કામચલાઉ છે. ડીએમાં વધારો થયા બાદ અંતિમ ગણતરી વધી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
