7th Pay Commission: મોંઘવારી ભથ્થામાં થશે 3 ટકાનો વધારો, જાણો કેટલો વધશે તમારો પગાર?
7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેની રાહ આતુરતાથી જોઇ રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર જુલાઇમાં કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો થનારો ટૂંક સમયમાં વધારો કરવાની જાહેરાત કરાઇ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સરકાર આ મહિને DAમાં 3 ટકાનો વધારો કરે છે, તો પછી મોંઘવારી ભથ્થું 45 ટકા સુધી પહોંચી જશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. (7th Pay Commission)

જો સરકાર મોંઘવારી ભથ્થા/રાહતમાં 3 ટકાનો વધારો કરે છે, તો પગારમાં નોંધપાત્ર ઉછાળો આવશે. ધારો કે જો કોઈ વ્યક્તિનો પગાર મહિને 50,000 રૂપિયા છે અને તેનો બેઇઝિક પગાર 15,000 રૂપિયા છે. તો એ જ 42 ટકા ડીએ મુજબ હવે તમને 6,300 રૂપિયા મળી રહ્યા છે.
એવું માનવામાં આવે છે કે, સરકાર રક્ષાબંધન અને દિવાળી વચ્ચે કોઈપણ સમયે નવા ડીએ દરોની જાહેરાત કરી શકે છે. અપેક્ષિત 3 ટકાના વધારા બાદ, કર્મચારીને દર મહિને 6,750 રૂપિયા મળશે. એટલે કે તેના માસિક પગારમાં 450 રૂપિયાનો વધારો થશે.
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું દર મહિને લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટેના નવીનતમ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે નક્કી કરવામાં આવે છે. લેબર બ્યુરો એ શ્રમ મંત્રાલયની એક વિંગ છે.
તાજેતરના ડેટા અનુસાર, જુલાઈ 2023માં ઓલ ઈન્ડિયા CPI-IW 3.3 પોઈન્ટ વધીને 139.7 થઈ ગયો છે. જેમાં ગત મહિનાની સરખામણીએ 2.42 ટકાનો વધારો થયો હતો, જ્યારે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 0.90 ટકાનો વધારો નોંધાયો હતો.
DA/DR શું છે? - ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે. ડીએ અને ડીઆર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.
અત્રે નોંધનીય બાબત છે કે, જો સપ્ટેમ્બરમાં DAમાં 3 ટકાનો વધારો થાય છે, તો કર્મચારીઓનો DA વધીને 45 ટકા થઈ જશે. તેનો અમલ 1 જુલાઈ, 2023થી થશે.
આવી સ્થિતિમાં કર્મચારીઓને 2 મહિનાનું એરિયર્સ પણ આપવામાં આવશે. તેનાથી 1 કરોડ કર્મચારી-પેન્શનરોને ફાયદો થશે. અગાઉ માર્ચ 2023માં ડીએ વધારીને 42 ટકા કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
