7th Pay Commission: કર્મચારીઓ માટે ખુશખબર! 3% વધશે DA, જાણો ક્યારે થશે જાહેરાત
7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. 7મા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો થવાની સંભાવના છે. દિવાળીના તહેવાર પહેલા આ વધારાની જાહેરાત થવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોંઘવારી ભથ્થામાં (DA) 3% નો વધારો થઈ શકે છે. આ નિર્ણયથી 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે અને તેઓને તહેવારોની સિઝનમાં વધારાની આવક મળશે. આ વધારો જુલાઈ 2025 થી લાગુ પડશે, જેથી કર્મચારીઓને ત્રણ મહિનાના બાકી ભથ્થાની રકમ પણ મળશે.

વર્તમાનમાં કેટલું મળે છે મોંઘવારી ભથ્થું
બિઝનેસ ટુડેના એક રિપોર્ટ પ્રમાણે સરકાર આ વખતે જાહેરાત દિવાળીના સમયે કરશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારની સિઝનમાં રાહત મળી શકે. આ સુધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55 ટકાથી વધી 58 ટકા થઈ જશે. આ વધારો જુલાઈ 2025થી લાગૂ માનવમાં આવશે.
ક્યારે-ક્યારે થાય છે DA રિવીઝન?
કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પ્રથમ વધારો હોળી પહેલા (જાન્યુઆરી-જૂન માટે) બીજું સંશોધન દિવાળી પહેલા (જુલાઈ-ડિસેમ્બર માટે). પાછલા વર્ષે ઓક્ટોબર 2024મા સરકારે દિવાળીના 2 સપ્તાહ પહેલા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી હતી. આ વર્ષે દિવાળી 21-22 ઓક્ટોબર 2025ના છે. તે પહેલા સરકાર જાહેરાત કરી શકે છે.
7th Pay Commission: કેટલો વધશે પગાર
હાલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18000 રૂપિયા છે, જ્યારે પેન્શનરોને લઘુત્તમ રૂ. 9000 પેન્શન મળે છે. હાલમાં, 55% DA/DR દર લાગુ થયા પછી, કર્મચારીઓનો કુલ લઘુત્તમ માસિક પગાર (મૂળભૂત + DA) 27900 રૂપિયા થઈ ગયો છે અને પેન્શનરોને (મૂળભૂત પેન્શન + DR) 13,950 રૂપિયા મળી રહ્યા છે. ટૂંક સમયમાં DA/DRમાં વધુ એક વધારો જાહેર થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર DA/DR વધારો કરે છે - પહેલો વધારો 1 જાન્યુઆરીથી અને બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે.
હવે કેટલો વધારો થઈ શકે છે?
કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર 2025મા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે DAને લઈને સરકાર સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે DA/DRમાં ત્રણ ટકાના વધારાની સંભાવના છે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે તો કર્મચારીઓનું ડીએ 55 ટકાથી વધી 58 ટકા થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
