7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થું, પગારમાં થશે 8 હજારનો વધારો
7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને આવનારા સમયમાં સરકાર તરફથી મોટી ભેટ મળે તેવી શક્યતા છે. આ સાથે તેમના પગારમાં 8 હજાર રૂપિયાનો વધારો થઇ શકે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બીજા છ માસિક ભથ્થામાં વધારો થયા બાદ 46 ટકા સુધી પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી જૂન 2023ના પહેલા છ મહિનામાં મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં 4 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DA 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયો હતો.

અત્રે નોંધનીય છે કે, સરકાર દર છ મહિને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ કારણોસર, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આગમી સમયે ચાર ટકાનો વધારો થશે, ત્યારે ડીએ 46 ટકા સુધી પહોંચી જશે.
અહેવાલો અનુસાર, મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બીજા છ મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર 2023 માટે કરવામાં આવી શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે સરકાર ટૂંક સમયમાં જ DAમાં વધારાની જાહેરાત કરી શકે છે.
સાતમા પગાર પંચની ભલામણો અનુસાર મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. આ અંતર્ગત પ્રથમ છમાસિક માટે DAમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કેલ્ક્યુલેટર મુજબ, જો કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ચાર ટકાનો વધારો થાય, તો મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જાય છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે.
જો કેન્દ્રીય કર્મચારીનો બેઇઝિક પગાર 18,000 રૂપિયા છે. તો 42 ટકા જોઈએ તો DA 7560 રૂપિયા થાય છે, પરંતુ જો બીજા અર્ધવાર્ષિક ગાળામાં DA વધીને 46 ટકા થાય છે, તો તે 8,280 રૂપિયા થઈ જશે. મતલબ કે પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
