બોન્ડમાં રોકાણ કરવાના 6 જોખમો
બોન્ડ ઇન્સટ્રુમેન્ટ્સ એટલે કે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને સુરક્ષિત રોકાણ સાધન માનવામાં આવે છે. જો કે તમામ પ્રકારના રોકાણમાં કોઇને કોઇ જોખમ હોય છે એ વાત ભૂલવી જોઇએ નહીં. જો કે ઇક્વિટીમાં રોકાણ કરવાને બદલે બોન્ડમાં રોકાણ કરવામાં આવે તો તે ઓછું જોખમી હોય છે. જો કે બોન્ડમાં રોકાણ કરતા સમયે પણ થોડું જોખમ તો સંકળાયેલું હોય જ છે. આપણે બોન્ડમાં રોકાણ કરતા સમયે કયા જોખમો રહેલા છે તે જોઇએ...

1. વ્યાજદરનું જોખમ
વ્યાજના દર અને બોન્ડની કિંમતોને વિરુદ્ધ સંબંધ છે. વ્યાજના દરમાં થતો કોઇ પણ ફેરફાર બોન્ડની કિંમતને અસર કરે છે. જો વ્યાજના દરોમાં વધારો થાય તો બોન્ડની કિંમતો ઘટે છે, અને વ્યાજના દરમાં ઘટાડો થાય તો બોન્ડની કિંમતો વધે છે.

2. કોલ રિસ્ક
કેટલાક ચોક્કસ પ્રકારના બોન્ડ્સમાં એક વિકલ્પ એવો છે જેમાં બોન્ડ ઇશ્યુઅર મેચ્યોરિટી પહેલા બોન્ડ માટે કોલ કરે છે. જો વ્યાજના દરો ઘટતા હોય તેવી સ્થિતિમાં બોન્ડ ઇશ્યુઅલ તેમનું વ્યાજ ઘટતું બચાવવા માટે કોલ આપે છે.

3. રિઇન્વેસ્ટમેન્ટનું જોખમ
બોન્ડ કોલ કરવામાં આવે ત્યાર બાદ ઘટેલા વ્યાજ દરો સામે બોન્ડ હોલ્ડરને તેમાં રહેલા જોખમોનો સામનો કરવો પડે છે. આ બાબતને રિઇન્વેસ્ટમેન્ટ રિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. આ જોખમ ત્યારે ઉભું થાય છે, જ્યારે બોન્ડ ઇશ્યુઅલ દ્વારા બોન્ડ કોલ આપવામાં આવે છે. આવા સમયે બોન્ડ હોલ્ડરે થોડા જ નાણા કે વળતર લઇને બોન્ડ આપી દેવા મળે છે. જેના કારણે તે વધારે લાભ મેળવી શકતા નથી.

4. ફુગાવાનું જોખમ
બોન્ડ હોલ્ડરે જેટલા સમય માટે બોન્ડ રાખ્યો હોય, તેટલા સમય માટે બોન્ડ હોલ્ડરને જે ફિક્સ પેમેન્ટ મળે છે તેને કુપન કહેવામાં આવે છે. જો કે ફુગાવાને કારણે વળતર ધોવાય છે. બોન્ડ હોલ્ડરના હાથમાં ઓછો નફો આવે છે. ઉદાહરણ તરીકે જો ઇન્ટરેસ્ટ રેટ કે કુપન રેટ 7 ટકા હોય અને ત્યારે ફુગાવો 9 ટકાનો હોય તો આપને વાસ્તવમાં નેગેટિવ રિટર્ન મળે છે.

5. ક્રેડિટ કે ડિફોલ્ટ જોખમ
જ્યારે કોઇ વ્યક્તિ બોન્ડ ખરીદે છે, ત્યારે તેને બોન્ડ ઇશ્યુઅર પાસેથી માત્ર ડેબ્ટ અંગેનું સર્ટિફિકેટ મળે છે. ઘણા રોકાણકારો એ જાણતા હોતા નથી કે કોર્પોરેટ બોન્ડ્સમાં કોઇ પ્રકારની ગેરન્ટી મળતી નથી. તેઓ માત્ર ઊંચા વ્યાજદરથી આકર્ષાઇને રોકાણ કરે છે. આ માટે રોકાણકારે રોકાણ કરતા પહેલા તેને મળેલા રેટિંગને ધ્યાનમાં લેવું જોઇએ. તેના આધારે બોન્ડમાં કેટલું જોખમ રહેલું છે તેનો ખ્યાલ આવે છે. કારણ કે કંપની નાદાર જાહેર થાય તેવી અનેક શક્યતાઓ રહેલી છે.

6. રેટિંગ ઘટવાનું જોખમ
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જેવી કે મૂડીસ, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ અને ફિચ બોન્ડ ઇશ્યુને ક્રેડિટ રેટિંગ પૂરા પાડે છે. કોઇ પણ રેટિંગ એજન્સી દ્વારા જો બોન્જને ઓછા રેટિંગ મળે તો તેની કિંમતો ઘટી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
