ટેક્સ સેવિંગ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ અંગે 6 હકીકતો
ટેક્સ સેવિંગ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80(C) હેઠળ કર લાભ આપે છે. આનો અર્થ એ થયો કે આપની આવક કરપાત્ર હોય અને તમે આ ડિપોઝિટમાં રોકાણ કરો છો તે તેટલી રકમ આપની કરપાત્ર આવકમાંથી બાદ મળે છે. જેના કારણે આપની ટેક્સની જવાબદારી ઘટે છે.
આ પ્રકારની ડિપોઝિટ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય બની છે. આજે આ પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ કર બચતના મુખ્ય લોકપ્રિય સાધનો પૈકી એક બન્યું છે. અહીં અમે કર લાભ આપતી ફિક્સ્ડ ડિપોઝિટ અંગે જાણવા જેવી 7 હકીકતો જણાવી રહ્યા છીએ...

સંયુક્ત નામ ધરાવતી ડિપોઝિટમાં બંને હોલ્ડર્સને લાભ મળતો નથી
જો આપે સંયુક્ત નામે કરલાભ આપતી બેંક ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યું હોય તો સંયુક્ત નામ ધરાવતા તમામ હોલ્ડર્સને તેનો લાભ મળતો નથી. આ ડિપોઝિટનો લાભ ફક્ત પ્રથમ નામ ધરાવનારા હોલ્ડરને જ મળે છે.

સર્ટિફિકેટ્સમાં ચકાસણી અવશ્ય કરો
આપના હાથમાં જ્યારે પણ ફિક્સ્ડ ડિપોઝિટ આવે છે ત્યારે તે ટેક્સ સેવિંગ ફિક્સડ ડિપોઝિટ જ છે ને તે અવશ્ય ચેક કરી લેવું જોઇએ. કારણ કે કેટલીકવાર બેંકો ભૂલથી તેને રૂટિન ફિક્સ ડિપોઝિટ બનાવી દેતા હોય છે. આ કારણે જ્યારે તમે ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ મેળવો ત્યારે ચકાસણી અવશ્ય કરો.

ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ કરપાત્ર
આ ફિક્સ ડિપોઝિટ આપને કરલાભ અવશ્ય આપે છે, પરંતુ તેનું વ્યાજ કરપાત્ર છે.

ઓટો સ્વીપનો લાભ મળતો નથી
ઓ એકાઉન્ટ પર ઓટો સ્વીપનો લાભ મળતો નથી. આથી જ્યારે આપ ચેક ઇશ્યુ કરો છો ત્યારે એમ ના સમજવું કે બેંક ઓટોમેટિક આપના ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાંથી સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.

વર્ષનો લાંબો લોક ઇન પીરિયડ
આ પ્રકારની એફડીમાં લોક ઇન પીરિયડ પાંચ વર્ષનો હોય છે. જેના કારણે આપ ઇમર્જન્સીમાં પૈસા ઉપાડી શકતા નથી. આ પૈસા લોક ઇન પિરિયડ દરમિયાન પ્રથમ હોલ્ડરના મરણ થાય તો જ ઉપાડી શકાય છે.

સાચો પાન નંબર
આપ જ્યારે ટેક્સ સેવિંગ ફિક્સડ ડિપોઝિટનું સર્ટિફિકેટ મેળવો ત્યારે અવશ્ય ચેક કરો કે તેમાં જો પાન નંબર લખવામાં આવ્યો હોય તો તે આપનો સાચો નંબર લખ્યો છે કે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
