દેશભરમાં 500 કરતાં વધુ પતંજલિ પરિધાન શોરૂમ ખોલશે: રામદેવ
પતંજલિ આયુર્વેદ આ વર્ષે દેશભરમાં 500 થી વધુ પતંજલિ પરિધાન શોરૂમ (Patanjali Apparel Showroom) ખોલશે. આ કેન્દ્રોમાં, તેઓ વાંસના કપડાં સાથે ખાદીના બધા વિકલ્પો ઉપલબ્ધ કરશે.
પતંજલિ આયુર્વેદ આ વર્ષે દેશભરમાં 500 થી વધુ પતંજલિ પરિધાન શોરૂમ (Patanjali Apparel Showroom) ખોલશે. આ કેન્દ્રોમાં, તેઓ વાંસના કપડાં સાથે ખાદીના બધા વિકલ્પો ઉપલબ્ધ કરશે. જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવએ આ માહિતી આપી છે.
એ વાતથી અવગત કરાવી દઈએ કે પતંજલિ પરિધાનએ રાજસ્થાનના ચિત્રકૂટ વિસ્તારમાં તેના પ્રથમ કપડાના શોરૂમનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે, બાબા રામદેવે જણાવ્યું હતું કે શૉરૂમમાં પુરુષો માટે સંસ્કાર, મહિલાઓ માટે આસ્થા અને સ્પોર્ટ્સ વિયરમાટે લિવ ફિટના નામથી 5000 થી વધુ વિવિધ પ્રકારના કપડાં મળી રહ્યા છે.તેમણે એમ પણ કહ્યું કે તેમની ટીમ ટૂંક સમયમાં આ રેન્જમાં વધારો કરશે.
આ પણ વાંચો: બાબા રામદેવનો નરેન્દ્ર મોદી અંગે યુ-ટર્ન, મોટી વાત કહી

પતંજલિ પરિધાનના 20 સ્ટોર્સ છે
જણાવી દઈએ કે હમણાં તેઓએ કહ્યું છે કે કંપનીએ દેશમાં 20 પરિધાન સ્ટોર્સ શરૂ કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં, સ્વામી રામદેવે કહ્યું હતું કે સ્વદેશી સાથે જ પતંજલિના પરિધાનોમાં ગુણવત્તા સાથે બિલકુલ પણ સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. આ માટે, 100 થી વધુ નિષ્ણાતોની ટીમ ગુણવત્તા નિયંત્રણ કાર્ય પર ધ્યાન આપી રહી છે.

સ્ટોર ખોલવા માટે આ જરૂરી છે
જો તમે પતંજલિ ગારમેન્ટ સ્ટોર ખોલીને પૈસા કમાવવા માંગો છો, તો તમે આવા પતંજલિ ગાર્મેન્ટ્સ સ્ટોર ખોલી શકો છો. પતંજલિ તરફથી સ્ટોર ખોલવા માટેની અરજીઓ માંગવામાં આવી છે. તદનુસાર રસ ધરાવતી વ્યક્તિઓ પાસે સ્ટોર ખોલવા 2000 ચોરસફૂટ વ્યાપારી મિલકત હોવી જોઈએ. આ મિલકત અવર જવર વારા સ્થળ પર હોવી જોઈએ. જેમની પાસે તેમની મિલકત છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. તમે લીઝની પ્રોપર્ટી પર પણ સ્ટોર પણ ખોલી શકો છો. તમને જણાવી દઈએ કે બાબા રામદેવે આસ્થા, સંસ્કાર અને લિવફીટ બ્રાન્ડથી વસ્ત્રો તૈયાર કર્યા છે. આસ્થા હેઠળ મહિલાઓના કપડાં, સંસ્કારમાં પુરુષ અને લીવફીટમાં સ્પોર્ટ્સ અને યોગા વિયર સામેલ છે.

આ રીતે સંપર્ક કરી શકો છો
જણાવી દઈએ કે પતંજલિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લોકો જે પરિધાન સ્ટોર ખોલવા માંગે છે તેઓ તેમની સાથે સંપર્ક કરી શકે છે. જે લોકો સ્ટોર ખોલવા માંગે છે તેઓ ઈ-મેલ અને ફોન બંનેનો સંપર્ક કરી શકે છે. સ્ટોર વિશેની માહિતી ઈમેલ આઈડી enquiry@patanjaliparidhan.org પર મેલ મોકલીને મેળવી શકાય છે. આ સિવાય, તમે પતંજલિ ફોન નંબરોનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
