જાણો : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના 5 જોખમો
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું જોખમ આપ કેવા પ્રકારના ફંડમાં રોકાણ કરો છો તેના પર રહેલું છે. આ માટે આપે એ વાક્ય યાદ રાખવું જોઇએ કે 'મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક્સ...'. જેમ કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો માર્કેટના વલણને આધારે તેમાં જોખમ ઓછાથી વધારે હોય છે. જો આપ ગિલ્ટ બોન્ડ્સમાં રોકાણ કરતા હશો તો આપને ઓછું જોખમ સહન કરવું પડશે...

માર્કેટ રિસ્ક
આપ જે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરો છો તેમાં જોખમનો આધાર મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સ પર રહેલો છે. અર્થતંત્રમાં કોઇ પ્રકારનો ફેરફાર કે કંપનીના પરફોર્મન્સ સંબંધિત કોઇ પણ પ્રકારના સમાચારની અસર કંપનીના NAV પરફોર્મન્સ પર પડે છે.

ભાવમાં ફેરફાર
કોઇ ચોક્કસ કંપનીના શેર્સ કે બોન્ડની કિંમતોમાં ભારે ઘટાડો થવાથી તેનું NAV ઘટે છે. જો ડેબ્ટ ફંડ અને ગિલ્ટ ફંડના વ્યાજના દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવે તો NAV ઘટે છે.
લિક્વિડિટી રિસ્ક : માર્કેટમાં કોઇ ખરીદદાર ના હોય તો માર્કેટમાં લિક્વિડિટી ઘટે છે. જેના કારણે ફંડનું NAV ઘટે છે.

ડિફોલ્ટ રિસ્ક
ડેબ્ટ ફંડ કે હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરતા હોવ તો તેઓ મોટા ભાગે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરતા હોવાથી ઓછા જોખમી હોય છે. જો કોઇ ચોક્કસ કંપનીમાં રોકાણ કરવામાં આવે તો કંપનીનું રિપેમેન્ટ તેના પર અસર કરે છે.

ક્રેડિટ રિસ્ક
કોઇ પણ રેટિંગ એજન્સી દ્વારા કંપનીના રેટિંગમાં ફેરફાર કરવામાં આવે તો તેના કારણે કંપનીના બોન્ડની પ્રાઇસ ઘટે છે. બીજું પરિબળ મ્યુચ્યુઅલ ફંડની ઊંચી ફી છે. જો આપના ફંડ સારું પરફોર્મ કરી રહ્યા હોય તો ઊંચું રિટર્ન મળે છે. જોકે નેગિટિવ રિટર્ન આપનું વળતર ઘટાડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
