ભારતીય રૂપિયામાં 7 ટકાની ફાસ્ટ રિકવરીના 5 કારણો
ભારતીય રૂપિયો સપ્ટેમ્બર 2013ના પ્રથમ સપ્તાહમાં અમેરિકન ડૉલર સામે 68.81ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શી ગયો હતો. આમ છતાં થોડા જ સમયમાં તેણે નોંધપાત્ર રિકવરી દર્શાવી હતી. માત્ર સાત ટ્રેડિંગ સેશનમાં રૂપિયાએ સાત ટકા જેટલી રિકવરી નોંધાવી હતી અને ફરી 63.30ની સપાટી મેળવી હતી. આટલી ઝડપથી રૂપિયાની રિકવરી થવાના પાંચ અગત્યના કારણો કયા છે તે જણાવે છે માર્કેટ એક્સપર્ટ...

રાજન તરફથી સકારાત્મક સંકેત
આરબીઆઇના નવા ગવર્નર તરીકે 5 સપ્ટેમ્બરે રઘુરામ રાજનની નિયુક્તિ થતા જ માર્કેટમાં સકારાત્મક સંકેત જોવા મળ્યા હતા. મહત્વની બાબત એ છે કે તેમની નિમણૂંક બાદ એક પણ દિવસ રૂપિયો ઘટ્યો નથી.

ક્રુડ પરનું જોખમ ઘટ્યું
છેલ્લા કેટલાક સમયથી સીરિયા કટોકટી ચાલી રહી હતી. જેના પગલે વિશ્વભરમાં ક્રુડના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. આ સમયગાળામાં સીરિયા સંકટ ટળી જતા જ ક્રુડના ભાવ વધતા અટક્યા હતા. ભારત ક્રુડની 80 ટકા આયાત કરે છે. આવા સમયે તેને ખાસ્સી મદદ મળી હતી.

આરબીઆઇએ ડોલર વેચ્યા
રૂપિયાને મદદ કરવા માટે આરબીઆઇએ ડોલરનું વેચાણ કર્યું હતું. ફોરેન માર્કેટના રિપોર્ટને ધ્યાનમાં લઇને આરબીઆઇએ ફોરેક્સમાં દરમિયાનગીરી કરી હતી.

શોર્ટ કવરિંગથી તેજી
ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ક્રુડ ફેક્ટરે પણ માર્કેટમાં વેચવાલીનો દોર શરૂ કર્યો હતો. જ્યારે આ બે સંકટ ટળ્યા ત્યારે માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે પણ ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય વધ્યું હતું.

વેપાર ખાધ ઘટી
છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના અવમૂલ્યન, વધતી આયાત અને ઘટતી નિકાસને કારણે ભારતની વેપાર ખાધ વધી હતી. જો કે નિકાસ વધારી આયાતને નિયંત્રિત કરવામાં આવતા વેપાર ખાધમાં ઘટાડો થયો હતો. જેના પગલે રૂપિયાનું ભારણ ઘટ્યું હતું અને તેના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો.

શેર્ટ કવરિંગથી તેજી

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications