ઇક્વિટી અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચેના 5 મુખ્ય તફાવતો
ઇક્વિટી અને ફિક્સ્ડ ડિપોઝિટ એ સંપત્તિમાં ગણવામાં આવે છે. આમ છતાં બંનેમાં તફાવત છે. અહીં ઇક્વિટી અને એફડીના પાંચ મુખ્ય તફાવતો રજૂ કરી રહ્યા છીએ.

વળતરમાં મોટું અંતર
ઇક્વિટીમાં વળતર મળવાની કોઇ ખાતરી હોતી નથી. જ્યારે ફિક્સ ડિપોઝિટમાંથી આપને કેટલી રકમ કે આવક વ્યાજ તરીકે મળશે તે નિશ્ચિત હોય છે. જ્યારે શેરમાં કોઇ ચોક્કસ વળતર ચૂકવાતું નથી. તેમાં તમે નફો પણ કરી શકો અને ખોટ પણ જઇ શકે.

જોખમી V/S બિન જોખમી
ઇક્વિટી જોખમી છે. તેમાં ખાતરી નથી કે આપની મૂડી સુરક્ષિત રહેશે. જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ સુરક્ષિત હોય છે. તેમાં બેંક નાદાર થઇ તેવા કિસ્સા ઓછા છે.

ટેક્સની ગણતરી અલગ
બંને ઉપરના ટેક્સની ગણતરી અલગ છે. ફિક્સ ડિપોઝિટમાંથી થયેલી વ્યાજની આવક કરપાત્ર છે. જ્યારે ઇક્વિટીમાં કોઇ પ્રકારનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નછી. અહીં લાંબો ગાળો એટલે એક વર્ષ કરતા વધારે સમય છે. આ કારણે આપ કોઇ પણ શેરને એક વર્ષ કરતા વધારે સમય માટે રાખો અને વેચો તો તેના પર ટેક્સ લાગતો નથી.

ડિવિડન્ડ અને વ્યાજ
ઇક્વિટીમાં શેરહોલ્ડરને ડિવિડન્ડ મળે છે. જ્યારે ફિક્સ ડિપોઝિટમાં વ્યાજ મળે છે.

તરલતા
ફિક્સ ડિપોઝિટમાં પાકતી મુદતે એ જ દિવસે નાણા મળે છે. જ્યારે શેરમાં વેચાણ બાદ ચોથા દિવસે નાણા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
