એકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા
નાણાકીય સંચાલન મોટા ભાગે આપ આપની બચતને કેવી રીતે વધારો છો અને આપની મિલકત કેવી રીતે ઉભી કરો છો તેના પર રહેલો છે. જો આપ એક કરતા વધારે આર્થિક ધ્યેયો ધરાવતા હોવ તો આપના માટે એકથી વધારે સેવિંગ બેંક એકાઉન્ટ લાભ કર્તા સાબિત થઇ શકે છે.
આપને પ્રશ્ન થશે કે કેવી રીતે? જવાબ એ છે કે સંપત્તિ ત્યારે જ બનાવી શકાય છે કે જ્યારે આપ આપની જરૂરિયાતની બચત સિવાય પણ એક ભંડોળ ઉભું કરો. આવા કિસ્સામાં ઇમર્જન્સી ફંડ હોવું જરૂરી છે. જે આપને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતમાં મદદે આવશે.
અમે અહીં એકથી વધારે એટલે કે મલ્ટિપલ સેવિંગ બેંક એકાઉન્ટના ફાયદા શું છે તે જણાવી રહ્યા છીએ...

1. વિવિધ આર્થિક ધ્યેયો માટે અલગ ખાતુ
વિવિધ હેતુઓ માટે વિવિધ એકાઉન્ટ રાખવા જોઇએ. જેમાં ઇમર્જન્સી ફંડ, શોર્ટ ટર્મ ખર્ચ માટે ખાતુ, લાંબા ગાળાના ખર્ચાઓ માટે ખાતુ. આમ કરવાથી આપની રકમ સમય આવે આપને ઉપયોગી થઇ રહેશે.

2. મોટી રકમ હોય તો DICGCને અનુસરો
જો આપની પાસે મોટી રકમ હોય તો DICGCને અનુસરવું જોઇએ. એટલે કે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન ઇન્શ્યોરન્સ આપની રૂપિયા એક લાખ સુધીની દરેક ડિપોઝિટને કવર કરશે. આ કારણે આપ વિવિધ બેંકોમાં રૂપિયા મુકીને જોખમ ઘટાડી શકો છો.

3. વ્યાદ દરનો લાભ
3. વ્યાદ દરનો લાભ
ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે જો આપને વ્યાજની વાર્ષિક આવક 10,000 રૂપિયાથી વધારે થાય તો આપે ટેક્સ ચૂકવવો પડે છે. આ ટેક્સ બેંક કાપી લે છે. આ કારણે એક જ બેંકમાં વધારે નાણા મૂકવાને બદલે વિવિધ બેંકોમાં મૂકવાથી ટીડીએસ કપાશે નહીં.

4. અનેક લાભ
અનેક સેવિંગ બેંક એકાઉન્ટ હોવાથી આપ વિવિધ બેંકના મહત્તમ વ્યાજદરનો લાભ લઇ શકો છો. આ ઉપરાંત તેમના એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેક્શનનો વધારે લાભ મેળવી શકશો.

5. નાણાનો ઉપાડ
બેંકોના એટીએમમાં નાણાના ઉપાડની લિમિટ હોય છે. જો આપે એકથી વધારે બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા હશે તો સંકટના સમયે તમામ બેંકોના એટીએમનો ઉપયોગ કરીને મહત્તમ લાભ મેળવી શકશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
