આ 4 કારણોથી હોમ લોન વહેલી ના ચૂકવવી જોઇએ
આપના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર આપને એકવાર નહીં અનેકવાર કહી ચૂક્યા હશે કે આપની હોમ લોનને વહેલી ચૂકવી દેશો નહીં. કારણ કે ભારતીય પરિપેક્ષ્યમાં હોમ લોનમાં સ્થિતિ જુદી છે. ભારતમાં હોમ લોન અનેક ફાયદા કરી આપે છે. આ ફાયદાઓને કારણે આપે આપની હોમ લોન વહેલી ભરપાઇ કરી દેવા વિચાર કરવો જોઇએ નહીં.
હોમ લોનથી થતા 4 લાભ કયા છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

કલમ 80C હેઠળ કરલાભ
જ્યાં સુધી તમે લોનની મુખ્ય રકમ ચૂકવતા હશો ત્યાં સુધી તમે કલમ 80C હેઠળ કરલાભ મેળવી શકશો. દાખલા તરીકે આપ મુખ્ય રકમ હેઠળ દર મહિને રૂપિયા 12,000 અને વાર્ષિક રૂપિયા 1.44 લાખની રકમ ભરપાઇ કરી રહ્યા હશો તો આપને રૂપિયા 1.5 લાખ સુધીનો ટેક્સ બેનિફિટ મળશે. આ કારણે તમે તમારી લોન વહેલી ભરપાઇ કરીને દર વર્ષે મળતો કરલાભ જવા દેશો નહીં.

IT એક્ટની કલમ 24 હેઠળ કર લાભ
હાઉસ લોન હેઠળ ચૂકવાતું વ્યાજ ઇન્કમ ટેક્સની કલમ 24 હેઠળ કરછૂટ આપે છે. ઉદાહરણ તરીકે તમે વર્ષ દરમિયાન રૂપિયા 2 લાખનું વ્યાજ હોમ લોન પર ચૂકવ્યું તો આ રકમ આપને આપને આપની કરપાત્ર આવકમાંથી બાદ મળશે. આ કારણે હોમ લોન વહેલી ચૂકવવી ના જોઇએ.

હોમ લોનનો વ્યાજદર અન્ય લોન કરતા ઓછો
જો આપે હોમ લોન ચૂકવવા માટે પર્સનલ લોન લીધો તો આપને પસ્તાવો થશે. કારણ કે હોમ લોનની સરખામણીએ પર્સનલ લોનનું વ્યાજ વધારે હોય છે. ભારતમાં અન્ય બધી જ લોન કરતા હોમ વધારે સસ્તી હોય છે. આ કારણે હોમ લોન વહેલી ચૂકવવી ના જોઇએ.

કેન્દ્રીય બજેટ 2014માં હોમલોન વ્યાજની મુક્તિ મર્યાદા વધારવામાં આવી
કેન્દ્રીય બજેટ 2014માં હોમ લોનના વ્યાજ પર મુક્તિ મર્યાદા રૂપિયા 1.5 લાખથી વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી છે. આ કારણે વ્યક્તિગત રીતે વધારે વ્યાજ ચૂકવવા લોકો તૈયાર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
